Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

આ વર્ષે થનાર લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની તૈયારીઓ આરંભી લીધી છે. તેના વચ્ચે રાજનીતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સહિત ત્રણ લોકસભા સીટો પરથી ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણના ગૃહ કસ્બે નાંદેડની સાથે મધ્યપ્રદેશમાં કોઇ સુરક્ષિત સીટ પરથી તેઓ ચૂંટણી લડી શકે તેવી ચર્ચા છે.
રાહુલના નાંદેહથી ચૂંટણી લડવાની અટકળોને અશોક ચૌહાણના નિવેદનથી બળ મળ્યું છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. તે કોઇ પણ લોકસભાની સીટ પરથી સફળતાપૂર્વક લડી શકે છે. જો તેઓ નાંદેડથી ચૂંટણી લડવાનો નિર્ણય કરે છે તો તેમનું ભવ્ય સ્વાગત છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન ચૌહાણ નાંદેડ સીટ પરથી ઉમેદવાર રહ્યા હતા. એક મહિના પહેલા જ્યારે ચૌહાણે પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓની સાથે બેઠક કરી હતી, તો તેમના કાર્યકર્તાઓએ રાજ્યમાં આ વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરવાની અપીલ કરી હતી, જેનાથી તે મુખ્યમંત્રી પદની રેસમાં પ્રમુખ દાવેદાર હોય.
રાહુલ ગાંધીએ માર્ચ ૨૦૦૪માં રાજનીતિમાં એન્ટ્રીની જાહેરાત કરી હતી. તે સતત ત્રણ વખતથી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા વિસ્તારથી સાંસદ છે. તે પહેલી વખત આ સીટથી મે ૨૦૦૪માં ઉમેદવાર રહ્યા હતા. ત્યારબાદ ૨૦૦૯ની ચૂંટણી પણ તેમણે અમેઠીથી જીતી હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર દરમિયાન બીજેપીએ અમેઠીથી સ્મૃતિ ઇરાનીને ઉતારીને મુકાબલાને દિલસ્પર્શ બનાવી દીધી હતો.

Related posts

૨૩ મેને મોદી દિવસ તરીકે ઉજવવા બાબા રામદેવનું સૂચન

aapnugujarat

મહાકુંભ : આજે પોષ એકાદશી સ્નાનને લઇ શ્રદ્ધાળુ ઉત્સુક

aapnugujarat

કેદારનાથ પૂરમાં તણાઈ ગયેલી ૧૭ વર્ષીય યુવતીનું પરિવાર સાથે મિલન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1