Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાગઠબંધન પર શિવરાજ સિંહનો કટાક્ષ કહ્યું- આ વરરાજા વગરનો ઘોડો, ક્યાં સુધી જશે તે નક્કી નહીં

ભાજપે રવિવારે દિલ્હીનાં રામલીલા મેદાનમાં યુવા વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કર્યુ હતુ. આ રેલી દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા કરાયેલા ગઠબંધનને વર વિનાની જાન કહ્યુ હતુ. વધુમાં તેમણે કહ્યું કે, આ ગઠબંધન ક્યા સુધી ટકી રહેશે, તેનું કોઈ ઠેકાણુ નથી.
શિવરાજ સિંહે કહ્યું કે, સામે વાળી સેનામાં સેનાપતિનું કોઈ ઠેકાણુ નથી, અને જાન તૈયાર છે. વર વિનાની જાન તૈયાર થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રીએ મમતાની રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગતરોજનાં ગઠબંધન કાર્યક્રમમાં ૨૨ પાર્ટીઓ હાજર રહી હતી. આ તમામ ભાજપ અને મોદીના પુરથી બચવા માટે એક જ ઝાડ પર ચઢી ગયા છે. આ ઉપરાંત તેમણી જાન તૈયાર થઈ ગઈ છે, પણ વરરાજા કોણ હશે તેનું કોઈ ઠેકાણુ નથી.
શિવરાજ સિહે કહ્યું – કોઈ કહે છે અબકી બાર રાહુલની સરકાર, તો કોઈ અબકી બાર મમતા સરકારનાં નારા લગાવી રહ્યું છે. આ ઉપરાંત કોઈ આંધ્રમાંથી કહે છે કે અબકી બાર બાબુ સરકાર, કેજરીવાલ પણ મંચ પર હતા તેઓ પાણી પીને કોંગ્રેસને કોસી રહ્યાં હતા. તેમનો તો જન્મ જ કોંગ્રેસના વિરોધથી થયો હતો. આ તમામ મોદીથી હેરાન છે.પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મધ્યપ્રદેશની ચૂંટણીમાં કંઈ સમજાયુ નહિ, ભાજપને વધુ મત મળ્યા, પરંતુ પાંચ સીટો કોંગ્રેસને વધુ મળી હતી. મધ્યપ્રદેશમાં અધૂરી સરકાર છે, અપંગ સરકાર છે. ખબર નહિ ક્યા સુધી ચાલશે અને ક્યારે પડી જશે? આવી અપંગ સરકાર અમે ઈચ્છી હોત તો બનાવી લેતા. પરંતુ જ્યારે અમે સરકાર બનાવીશું ત્યારે મજબૂત સરકાર જ બનાવીશું.

Related posts

आत्मनिर्भर भारत का सपना आप जैसे युवाओं के हाथ में ही संभव : रक्षा मंत्री

editor

भारत में कोरोना के नए मामलों आई कमी

editor

લોકસભા ચૂંટણી : બ્લેકમનીની બોલબાલા : હજુ સુધી ૩,૦૦૦ કરોડ જપ્ત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1