Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : બ્લેકમનીની બોલબાલા : હજુ સુધી ૩,૦૦૦ કરોડ જપ્ત થયા

ચૂંટણી પંચના લાખ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં આ વખતે સામાન્ય ચૂંટણીમાં બ્લેક મની અને ડ્રગ્સ તેમજ શરાબનો ભરપુર ઉપયોગ કરવામા ંઆવી રહ્યો છે. ચૂંટણી પંચે જોરદાર કાર્યવાહી જારી રાખીને હજુ સુધી ૩૦૦૦ કરોડથી વધુની રકમ જપ્ત કરી લીધી છે. હવે ગેરકાયદે જપ્તીનો એક નવો રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ત્રણ અબજની ગેરકાયદે સપંત્તિ જપ્ત કરવામાં આવી હતી. જો કે હવે આ આંકડો વધી શકે છે. સમગ્ર દેશમાં જે રીતે ગેરકાયદે નાણાંતી લઇને ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે જોતા તેના પર બ્રેક મુકવા માટેના દાવા ફરી એકવાર પોકળ સાબિત થઇ રહ્યા છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ૨૬મી એપ્રલ સુધી સમગ્ર દેશમાં ૩૦૦૦ કરોડની રકમ જપ્ત કરવામાં આવી ચુકી છે. રોકડ અથવા તો અન્ય ચીજો જપ્ત કરવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુત્રોના કહેવા મુજબ શરૂઆતી તબક્કામાં નોટનો પ્રભાવ જોવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે વધારે લાલઆંખ કરી હતી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સમગ્ર દેશમાં આનો પ્રભાવ જોઇ શકાય છે. ચૂંટણી પંચે ખર્ચ પર નજર રાખનાર તમામ અધિકારીઓને શંકાસ્પદ લેવડદેવડ તેમજ રાજકીય પક્ષોના ખર્ચ પર બાજ નજર રાખવા માટે સુચના આપી છે. અત્રે નોંધનીય છે કે દરેક સંસદીય ક્ષેત્રમાં રાજ્યના હિસાબથી એક ઉમેદવાર ૫૦તી ૭૫ લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે. પરંતુ જે રીતે પોતે પંચે કબુલાત કરી છે કે આ વખતે રેકોર્ડ સંખ્યામાં હજુ સુધી સેંકડો કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. આવી સ્થિતીમાં ફરી એકવાર સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂર દેખાઇ રહી છે. ચૂંટણી પંચના સુત્રોના કહેવા મુજબ ૧૯મી મે સુધી આ આંકડો ૧૦ હજાર કરોડ સુધી પહોંચી શકે છે. હાલમાં બે હજાર કરોડથી વધારેની જપ્તી કરવામાં આવી ચુકી છે. જેને નોંધવાની કામગીરી ચાલી રહી છે. એક એનજીઓ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ વખતે સામાન્ય ચૂંટણીમાં એક લાખ કરોડથી વધારેનો ખર્ચ થવા જઇ રહ્યો છે. જે વિશ્વમાં સૌથી મોંઘી ચૂંટણી સાબિત થઇ શકે છે. આ જપ્તીમાં એ રકમ સામેલ કરવામાં આવી નથી જે તપાસ સંસ્થાઓની માહિતી બાદ કબજે કરવામાં આવી છે. ચૂંટણીના ગાળા દરમિયાન ગેરકાયદે અને બ્લવેક મનીની સામે કાર્યવાહીને લઇને ચૂંટણી પંચ અને તપાસ સંસ્થાઓની વચ્ચે વિવાદ પણ થઇ રહ્યો છે. આ વિવાદ એવા સમય પર થઇ રહ્યો છે જ્યારે મધ્યપ્રદેશ, તમિળનાડુમાં દરોડા પાડવામાં આવી ચુક્યા છે.

Related posts

Clashes broke out between BJP, TMC workers over ‘Jai Shri Ram’ chants, 1 injured in fired accidentally by police

aapnugujarat

દિલ્હી બન્યું પ્રદૂષણનું હબ

aapnugujarat

राजद से हाथ छुड़ाने के मौके ढूंढ रही है कांग्रेस : सुशील मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1