Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય-શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ ની ઉજવણીમાં ૮૨૧૩  ભૂલકાંઓને ધોરણ-૧ માં શાળા પ્રવેશ અપાશે 

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી તા. ૮ થી ૧૦ મી જૂન, ર૦૧૭ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં અને તા. ૨૨ થી ૨૪ મી જૂન,૨૦૧૭ દરમિયાન શહેરી વિસ્તારમાં થનારી રાજ્યવ્યાપી કન્યા કેળવણી- શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ ઉજવણી દરમિયાન ૬૯૦- પ્રાથમિક શાળાઓ, ૪૫- આશ્રમશાળાઓ, ૨- કેજીબીવી અને ર- મોડેલ સ્કુલ સહિત કુલ- ૭૩૮ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર કુલ- ૮૨૧૩ જેટલાં ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ અપાશે. તેવી જ રીતે ૧૯૯૮ કુમાર અને ૧૯૩૭ કન્યા સહિત કુલ-૩૯૩૫ ભૂલકાંઓને પણ આંગણવાડીમાં પ્રવેશ અપાશે. ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૨૨૯૮ જેટલી કન્યાઓને રૂ|.૨૦૦૦/- લેખે કુલ રૂ|.૪૪.૯૦ લાખની રકમના વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ એનાયત કરાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ ઉજવણી દરમિયાન પ્રવેશ અપાશે. ધો-૯ માં પ્રવેશ મેળવનાર ૩૬૦૦ જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ કરી કન્યાઓને પ્રોત્સાહિત કરાશે.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ ની ઉજવણીનું સુચારૂં આયોજન ઘડી કાઢવા માટે આજે રાજપીપળા કલેકટરાલય ખાતે અમલીકરણ સમિતિની યોજાયેલી બેઠકમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.એન.શાહે ઉપરોક્ત જાણકારી આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠકને સંબોધતા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૭ ની થનારી ઉજવણી સંદર્ભે જિલ્લામાં નક્કી કરાયેલા ૯૦ જેટલા રૂટ્સમાં રાજ્યકક્ષાએથી મંત્રીશ્રીઓ / બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, / સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત ઉપસ્થિત રહેનારા વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ વગેરેના રૂટ્સ, લાયઝન અધિકારીઓ સહિતની કરાયેલી તમામ પ્રકારની વ્યવસ્થા સહિત આ ઉજવણી સુચારૂ રીતે પાર પડે તે માટે સુક્ષ્‍માતિસૂક્ષ્‍મ બાબતો અંગે પૂરતી કાળજી રાખવા માટેની જરૂરી સૂચનાઓ પણ શ્રી નિનામાએ આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએથી પધારનારા વરિષ્‍ઠ સનદી અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ નર્મદા જિલ્‍લામાં સી અને ડી ગ્રેડની તેમજ ડ્રોપ આઉટ રેટ વધારે હોય તેવી કેટેગરી- ૧, ૨ અને ૩ ની શાળાઓમાં ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાવશે. આ મહાનુભાવો રોજ સવારે પ્રાથમિક શાળામાં અને બપોરે માધ્યમિક શાળામાં એમ દિવસમાં બે શાળાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત જિલ્‍લાના બાકી રહેતા અન્ય રૂટ્સમાં જિલ્‍લાના અધિકારીશ્રીઓ આ ત્રણ દિવસ દરમિયાન રોજની ૩ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવશે. પ્રવેશોત્સવ સાથે પ્રિ-ગુણોત્સવ પણ યોજાશે, જેમાં ધો.૪ થી ૮ અને ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ગત વાર્ષિક પરીક્ષાઓની ઉત્તરવહીઓની મહાનુભાવો દ્વારા ચકાસણી કરાશે તેમજ ધો-૨ અને ધો-૩ ના વિદ્યાર્થીઓની વાંચન-ગણન-લેખનની પૃચ્છા કરી સમીક્ષા પણ કરાશે.

આજની આ બેઠકમાં જિલ્લ વિકાસ અધિકારીશ્રી ર્ડો.રણજીતકુમાર સિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.કે.બારીયા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી ભાભોર, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બીઆરસી કો-ઓર્ડિનેટરશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.  

Related posts

बुलेट ट्रेन : अधिग्रहण प्रक्रिया दिसम्बर तक पुरी की जाएगी

aapnugujarat

રામ મંદિર મુદ્દે ૯મીએ વિહિપ દ્વારા ધર્મસભા

aapnugujarat

राहुल गांधी की गुजरात यात्रा आज से फिर शुरु

aapnugujarat

Leave a Comment

UA-96247877-1