Aapnu Gujarat
ગુજરાત

રામ મંદિર મુદ્દે ૯મીએ વિહિપ દ્વારા ધર્મસભા

અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અને લોકજુવાળ ઉભુ કરવાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૯મી ડિસેમ્બર શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે ૧૩૨ રીંગ રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા ખાતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારો-ગામડાઓમાંથી દોઢેક લાખથી વધુ જનમેદની ઉમટે તેવી શકયતા છે. તા.૯મી ડિસેમ્બરે ગુજરાતભરમાં જુદી જુદી જગ્યાએ આઠ વિરાટ ધર્મસભાનું આયોજન કરાયું છે. જેનો મુખ્ય ધ્યેય રામંદિર નિર્માણનો અને લોકલાગણીને સાકાર કરવાનો છે એમ અત્રે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મંત્રી અશોકભાઇ રાવલ, વિહિપ ઉત્તર ગુજરાતના મંત્રી અશ્વિનભાઇ પટેલ, સહમંત્રી હર્ષદ ગીલેટવાલા અને વિહિપના કર્ણાવતી શહેર પ્રમુખ હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૯મીની વિરાટ ધર્મસભામાં મુખ્ય વકતા વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત મહામંત્રી ડો.સુરેન્દ્રજી જૈન સંબોધન કરશે. આ ધર્મસભામાં સંન્યાસ આશ્રમના સ્વામી વિશોકાનંદજી ભારતીજી મહારાજ, ગીતામંદિરના શ્રી સત્યાનંદજી મહારાજ, જગન્નાથજી મંદિરના પ.પૂ.મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, સરયુ મંદિરના શ્રી શિવરામદાસજી મહારાજ, સાંઇધામ,થલતેજના શ્રી મોહનદાસજી મહારાજ સહિતના અનેક સાધુ-સંતો, મહંતો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે. અયોધ્યામાં રામમંદિર મુદ્દે છેલ્લા ૫૦૦ વર્ષથી ધર્મયુધ્ધ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામમંદિર અને હિન્દુઓના આરાધ્ય દેવ શ્રીરામના નક્કર પુરાવા અને અવશેષો મળ્યા હોવાછતાં આજે પણ હિન્દુસમાજે રામમંદિર માટે આટલા વર્ષોથી રાહ જોવી પડી રહી છે. સુપ્રીમકોર્ટમાં હાલ આ મામલો પડતર છે પરંતુ તે પહેલાં હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. સમગ્ર હિન્દુ સમાજ સહિતના લોકોની લાગણી અને માંગણી છે કે, અયોધ્યામાં હવે રામમંદિર બનવું જ જોઇએ. આ લોકલાગણીને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સંતસમાજે દેશભરમાં વિરાટ ધર્મસભા યોજવાનું નક્કી કર્યું છે અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાત સહિત દેશભરમાં મળી કુલ ૫૦૦ ધર્મસભા યોજાશે. તા.૯મીની શહેરના અમરાઇવાડી વિસ્તારમાં યોજાનાર ધર્મસભા પહેલાં તા.૬ઠ્ઠી ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં ૧૩ સ્થળોએ બાઇક રેલીનું આયોજન કરાયું છે. એ દિવસે આંબેડકર નિર્વાણ દિન હોઇ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અને મહાઆરતીના કાર્યક્રમો પણ યોજાશે. વિહિપના મંત્રી અશોક રાવલે સ્પષ્ટ કર્યું હતું કે, સુપ્રીમકોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સમગ્ર દેશની જનતાની લોકલાગણી અને માંગણીને લઇ અયોધ્યામાં રામમંદિર મુદ્દે કેન્દ્ર સરકાર પર દબાણ ચોક્કસ ઉભુ કરી શકાય કે જેથી હિન્દુઓનું સપનું સાકાર થાય.

Related posts

અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ

editor

वैष्णव देवी सर्कल के निकट हिट एन्ड रन : एक की मौत

aapnugujarat

ગામ, ગરીબ, મહિલા અને ખેડુતોને આગળ વધવાની તકોનું નિર્માણ કરતું બજેટ : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1