Aapnu Gujarat
રાષ્ટ્રીય

હની ટ્રેપમાં ફસાયેલ જવાનની જેસલમેરમાં ધરપકડ

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક લશ્કરી કર્મીને હની ટ્રેપમાં ફસાઈ જવા અને સંવેદનશીલ ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાની મહિલા એજન્ટની જાળમાં ફસાઈને આ કર્મીએ વોટ્‌સએપ મારફતે સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી મોકલી હતી જેની માહિતી મળ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લશ્કરી જવાનની જયપુર લાવીને પુછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના એડિશનલ પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ કહ્યું છે કે, આ કેસમાં લશ્કરી જવાન સોમવીરને શુક્રવારે મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને જયપુર લાવીને પુછપરછ કરવામાં આવી રહી છે. સેનાને આ બાબતના ઇન્પુટ મળ્યા હતા કે, તે સોશિયલ મિડિયા ઉપર ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તેના ઉપર ચાંપતી નજર રાખી હતી. મિલેટ્ર્‌ી ઇન્ટેલીજન્સના અધિકારીઓ તેના ઉપર નજર રાખી રહ્યા હતા. કોઇ મહિલા એજન્ટની જાળમાં આ જવાન ફસાઈ ગયો હતો. આ મહિલા તેને ટ્રેનિંગ દરમિયાન મળી હતી. જેસલમેરમાં પોતાની તૈનાતી દરમિયાન સોમવીરે કેટલીક સંવેદનશીલ માહિતી મોકલી હતી. સોમવીરે મહિલા એજન્ટના સંપર્કમાં હોવાની અને ગુપ્ત માહિતી ઉપલબ્ધ કરાવી હોવાની કબૂલાત કરી છે. આઈએસઆઈએસના સંપર્કમાં હોવાની વાત પણ કબૂલી લીધી છે. સેનાના અધિકારીઓના કહેવા મુજબ મામલાની જડ સુધી પહોંચવા પોલીસની પુરતી મદદ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેની પુછપરછથી નવી વિગત ખુલી શકે છે.

Related posts

જેટલીએ સમય કરતા વહેલી ચૂંટણી યોજવાની શકયતાઓ ફગાવી

aapnugujarat

ब्रिटेन समेत कई देशों में दाऊद की अकूत संपत्ति

aapnugujarat

राज्यसभा में प्रधानमंत्री ने बुनियादी सवालों के जवाब नहीं दिए : कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1