Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધ્રપ્રદેશ,પ.બંગાળ બાદ હવે છત્તીસગઢમાં પણ સીબીઆઈને ‘નો-એન્ટ્રી’

પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ બાદ છત્તીસગઢની કોંગ્રેસ સરકારે રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ પર રોક લગાવી છે. ભુપેશ બધેલની સરકારે સીબીઆઈને મંજૂરી વગર છત્તીસગઢમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. સીબીઆઈએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા છત્તીસગઢ સરકાર પાસે મંજૂરી લેવી પડશે. જે અંગની માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપવામાં આવી છે.
છત્તીસગઢમાં સીબીઆઈએ દરોડા કે કોઈપણ પ્રકારની તપાસ પહેલા કોંગ્રેસ સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષીય પાર્ટીઓનો આરોપ છે કે, કેન્દ્રમાં રહેલી મોદી સરકાર સીબીઆઈનો દુરપયોદ કરી રહી છે. જેથી પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ પોતાના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.
સીબીઆઈ ગઠનના કાયદામાં જ રાજ્યોની સહમતી લેવાનો નિયમ છે. હકીકતમાં સીબીઆઈ દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ-૧૯૪૬ દ્વારા સંસ્થા બની છે. અધિનિયમની કલમ-૫માં દેશના દરેક ક્ષેત્રોમાં સીબીઆઈને તપાસની તાકાત આપવામાં આવી છે.પરંતુ કલમ-૬માં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની સહમતી વગર સીબીઆઈ તે રાજ્યના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરી શકે.
આંધ્રપ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળ સરકારે કલમ-૬નો જ ઉપયોગ કરીને સહમતી પરત લઈ લીધી છે. સીબીઆઈ છત્તીસગઢમાં કેન્દ્રીય અધિકારીઓ, સરકારી ઉપક્રમો અને વ્યક્તિઓની તપાસ સીધી રીતે નહીં કરી શકે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંર્તગત પણ રાજ્યમાં કોઈ પગલાં નહીં લઈ શકાય. સીબીઆઈ પોતે ઘટનાની તપાસ શરૂ નહીં કરી શકે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કહેવાથી અથવા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશથી જ તપાસ થઈ શકે છે. આ સંજોગોમાં જો કોઈ રાજ્ય સીબીઆઈ પર પ્રતિબંધ મુકે છે તો કોર્ટના આદેશ પછી રાજ્યનો આદેશ રદ થઈ જાય છે.

Related posts

રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી અબજાેની આવક મેળવી

aapnugujarat

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પપત્ર જારી કર્યો

aapnugujarat

LoC पर पाकिस्तान की हर कार्यवाही का हम मुहतोड़ जवाब देंगे : आर्मी चीफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1