Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટ્રિપલ તલાક મુદ્દે કેન્દ્ર સરકારે બીજી વખત વટહુકમ લાવવો પડશે

સંસદનું શીતકાલીન સત્ર ગઈકાલે સમાપ્ત થઈ ગયું અને સંસદમાં પસાર નહી થવાને કારણે ત્રણ તલાક વટહુકમ સમાપ્ત થઈ ચૂક્યો છે.
નિયમ એવો છે કે વટહુકમ લાવ્યા બાદ તેને પહેલાં જ સંસદીય સત્રમાં રજૂ કરવું પડે છે અન્યથા છ મહિના બાદ તે આપોઆપ સમાપ્ત થઈ જાય છે. હવે જો કોઈ ત્રણ તલાક આપશે તો તે અપરાધ નહી ગણાય, ન તલાકશુદા મહિલાને સંરક્ષણ આપવાની કોઈ વાત રહે. આ ખરડાનો હેતુ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી સંરક્ષણ આપવાનો હતો. સરકારે લોકસભામાં આ ખરડાને પાસ કરાવી લીધો હતો પરંતુ સરકાર વિપક્ષના વિરોધને કારણે આ ખરડો રાજ્યસભામાં રાખી શકી નહોતી.
હવે રાજ્યસભાનું સત્ર પણ સમાપ્ત થઈ ચૂક્યું છે જેનાથી ત્રણ તલાકને અપરાધ ગણનારો વટહુકમ પણ આપોઆપ પૂરો થઈ ગયો છે.
હવે સરકાર સામે સમસ્યા એ છે કે આ વટહુકમને નવી રીતે લાવવો પડશે. મોદી સરકારે ત્રણ તલાક વટહુકમ ૨૦ સપ્ટેમ્બરે જાહેર કર્યો હતો. હવે સરકાર આ અંગે બીજી વખત વટહુકમ લાવશે જેથી ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન તે પ્રભાવિત રહે પરંતુ સમસ્યા એ છે કે બીજી વખત વટહુકમનો માર્ગ આસાન નહી રહે.
સુપ્રીમ કોર્ટ આ પહેલાં પણ એક મામલામાં કહી ચૂકી છે કે વટહુકમની પુનઃ જાહેરાત બંધારણ સાથે છેતરપિંડી છે. કોર્ટે આ ટીપ્પણી ૨૦૧૭માં બિહારના એક કેસ અંતર્ગત કરી હતી.

Related posts

પ્રથમ સ્માર્ટ સિટી તૈયાર થતાં ૩ વર્ષ લાગશે

aapnugujarat

‘છમ્મક છલ્લો’શબ્દનો ઉપયોગ મહિલાનું અપમાન સમાન : કોર્ટ

aapnugujarat

माहौल को सांप्रदायिक बनाना बंद करें : शत्रुघ्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1