Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘છમ્મક છલ્લો’શબ્દનો ઉપયોગ મહિલાનું અપમાન સમાન : કોર્ટ

મહારાષ્ટ્રની એક કોર્ટે મહિલાઓ માટે ‘છમ્મક છલ્લો’ શબ્દના ઉપયોગને ગુનો ગણાવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ શબ્દથી મહિલાઓનું અપમાન થાય છે. ઠાણે કોર્ટના મેજીસ્ટ્રેટે દોષીને દિવસભરની સજા સંભળાવી અને ૧ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં ૮ વર્ષ પહેલાં મહિલાએ ન્યાય માટે કોર્ટમાં અરજી કરી હતી. બોલિવુડની ફિલ્મોમાં આ શબ્દનો ઉપયોગ બેરોકટોક થાય છે. શાહરૂખ ખાનની ફિલ્મ રા-વનમાં કરીના કપૂર પર છમ્મક છલ્લો સોંગ આવ્યું હતું. ચેન્નાઈ એક્સપ્રેસ મુવીમાં પણ શાહરૂખ, તેની હિરોઈન માટે આ શબ્દો બોલી ચુક્ય છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, મેજીસ્ટ્રેટ આર.ટી.ઇંગલેએ પોતાના નિર્ણયમાં કહ્યું કે આરોપી શખ્સે પડોશમાં રહેતી મહિલા માટે જે શબ્દનો ઉપયો કર્યો હતો, તેનાથી મહિલાના સન્માનને ઠેસ વાગી છે. આઇપીસી-૫૦૯ અંતર્ગત કોઈપણ મહિલા માટે આ શબ્દનો ઉપયોગ ગુનો માનવામાં આવે છે.આ એક હિંદી શબ્દ છે. અંગ્રેજીમાં આ શબ્દનો કોઈ જ અર્થ નથી. માત્ર ઉપયોગ માટે ભારતીય સમાજમાં આ શબ્દનો અર્થ કાઢી ઉપયોગમાં લેવામાં આવે છે.
સામાન્ય રીતે આ શબ્દોનો ઉપયોગ કોઈ મહિલાના અપમાન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કોઈ સરાહનીય શબ્દ નથી, પરંતુ તેનાથી મહિલાઓની અંદર ગુસ્સો અને ચિડિયાપણું જોવા મળે છે.૯ જાન્યુઆરી, ૨૦૦૯નાં રોજ મહિલાએ ફરિયાદ કરી હતી કે પતિની સાથે મોર્નિગ વોકથી પરત ફરતાં સમયે સીડીઓ પર રાખવામાં આવેલા કચરાપેટી સાથે તેની ઠોકર વાગી ગઈ હતી, જેને તેના પડોસીએ રાખ્યું હતું. જે બાદ પડોસી સાથે તેની ચડભડ થઈ હતી. માથાકૂટ દરમિયાન આરોપીએ મહિલા માટે છમ્મક છલ્લોનો શબ્દનો ઉપયોગ કર્યો હતો.મહિલાની ફરિયાદ મુજબ પડોશીના શબ્દોથી તેના સન્માનને ઠેસ વાગી હતી. ઘણાં દિવસ સુધી દુખી અને પરેશાન રહી હતી. જે બાદ મદદ માટે પોલીસ પાસે ગઈ હતી પરંતુ પોલીસે આ મામલે ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો જે બાદ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

Related posts

कांग्रेस की राष्ट्रीय प्रवक्ता खुशबू सुंदर ने पार्टी से दिया इस्तीफा

editor

રાજ્યો આશ્રયઘરોમાં રહેતાં બાળકોનાં પરિવારોને દર મહિને આપે ૨ હજાર રૂપિયા : સુપ્રિમ

editor

રામમંદિરનો શિલાન્યાસ સ્થગિત, સ્વામી સ્વરૂપાનંદે કહ્યું- અત્યારે આતંકવાદ સામે લડાઇનો સમય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1