Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલૂને જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર

આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી ઝારખંડ હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. આની સાથે જ લાલૂ યાદવને મોટો ફટકો પડ્યો છે. હાલમાં લાલૂ યાદવ રાંચી જેલમાં ઘાસચારા કૌભાંડના મામલામાં સજા ગાળી રહ્યા છે. આ મામલામાં ગયા સપ્તાહમાં જ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ ગુરુવારે બપોરે કોર્ટે લાલૂની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. ઘાસચારા કૌભાંડના ત્રણ મામલામાં સજા ગાળી રહેલા લાલૂ યાદવને વય અને બિમારીની વાત કરીને જામીન આપી દેવાની માંગણી કરવામાં આવી હતી. લાલૂ યાદવ દેવઘર, ચાઈબાસા અને ડુમકા મામલામાં સજા ભોગવી રહ્યા છે. આ મામલામાં જામીન માટે જામીન અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લાલૂ યાદવ ૭૧ વર્ષના થઇ ચુક્યા છે. તેમને અનેક પ્રકારની બિમારીઓ છે જેમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે. અન્ય અનેક બિમારીઓ પણ છે. ઘાસચારા કૌભાંડના મામલામાં લાલૂ યાદવને આ પહેલા પણ જામીન મળી ચુક્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ ગંભીર બિમારીના પરિણામ સ્વરુપે તેમને સારવાર માટે જામીન આપવામાં આવે તે પણ જરૂરી છે. લાલૂ યાદવની રિમ્સમાં સારવાર ચાલી રહી છે. લાલૂ યાદવને ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭થી જેલમાં છે. હાલમાં આરજેડીના વડાએ રાંચીના રિમ્સમાં સારવાર લીધી હતી. ગયા બુધવારના દિવસે એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમની તબિયત ફરી બગડી ગઈ છે. લાલૂ યાદવને કઠોર સજા ફટકારવામાં આવ્યા બાદ જામીન મેળવવા માટેના તમામ પ્રયાસ લાલૂ તરફથી કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમને જામીન મળી રહ્યા નથી. આજે લાલૂને ફરી ફટકો પડ્યો હતો કારણ કે, ઝારખંડ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.

Related posts

જૈશ-એ-મોહમ્મદ હુમલાની ફિરાકમાં

aapnugujarat

तेजस्वी कहा कि मुझे कन्हैया और पप्पू यादव मंजूर हैं लेकिन नीतीश कुमार और भाजपा कतई मंजूर नहीं

aapnugujarat

સેન્સેક્સમાં ૬૮ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1