Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામલીલા મેદાનમાં આજથી ભાજપની બે દિનની મિટિંગ

દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે ૧૧મી અને ૧૨મી જાન્યુઆરીના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દિવસે સવારથી લઇને સાંજ સુધી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવી સ્થિતિમાં તેમની કામગીરીને અસર ન થાય તે માટે મિની પીએમઓની રચના પણ કરવામાં આવી ચુકી છે. જેથી જરૂર પડશે તો વડાપ્રધાન ત્યાંથી પોતાની કામગીરી કરી શકશે. ચારેબાજુ એસપીજીની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારોની વચ્ચે બેઠક માટે એક મિટિંગ હોલની રચના પણ કરવામાં આવી છે. પાર્ટીના અનેક રાષ્ટ્રીય હોદ્દેદારો રામલીલા મેદાનમાં પહોંચીને તૈયારીની સમીક્ષા કરી ચુક્યા છે. દિલ્હી ભાજપના સહપ્રભારી તરુણ ચુઘે કહ્યું છે કે, આ આયોજન પોતાની રીતે ખાસ રાખવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્ર સરકારના તમામ મુખ્ય કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે પણ એક અલગ ઓફિસ બનાવવામાં આવી છે. વડાપ્રધાન અને અમિતશાહની ઓફિસમાં પણ એવી તમામ સુવિધા રાખવામાં આવી છે જે સુવિધાઓની જરૂર પડી શકે છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે પણ અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બેઠકમાં ભાગ લેવા ઉપરાંત ત્યાંથી જ પોતાની કામગીરીને નિહાળી શકે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની બે દિવસીય બેઠક ઉપર તમામની નજર કેન્દ્રીત થઇ ગઇ છે. કારણ કે, આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવનાર છે. અનામત મુદ્દા પર બંને ગૃહોમાં મંજુરી મળી ચુકી છે. આ ઉપરાંત ત્રિપલ તલાક અને અન્ય બિલ પણ આગળ વધારવાના મુદ્દે ચર્ચા થશે. ચૂંટણી મુદ્દે પણ ચર્ચા કરાશે.

Related posts

રાષ્ટ્રપતિ ચૂંટણી : એનડીએના ઉમેદવારને ટેકો આપવા મુલાયમસિંહ તૈયાર

aapnugujarat

પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો

aapnugujarat

चिदंबरम की याचिका पर सुप्रीम ने ED से मांगा जवाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1