Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોઇ પણ નાગરિકને ઉની આંચ પણ ન આવે તેની જવાબદારી અમારી : રાજનાથ

પૂર્વોત્તરની સ્થિતી અંગે બોલતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આજે અસમ સહિત સમગ્ર પૂર્વોત્તરનાં રાજ્યોમાં સ્થિતી સામાન્ય અને ત્યાં શાંતિ જાળવવા માટેનાં દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જરૂર હશે તો પૂર્વોત્તર રાજ્યનાં મુખ્યમંત્રીઓની બેઠક પણ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે, અમારી સરકારમાં પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસ ખુબ જ ઝડપી બન્યો છે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ પર અનેક ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે જે સદંતર ખોટી છે. મંત્રીએ કહ્યું કે, ત્રણ પાડોશી દેશોને લઘુમતી માટે અમે આ બિલ લઇને આવ્યા છીએ અને તે માત્ર અસમના મુદ્દે નહી પરંતુ સમગ્ર દેશ માટે છે. ગૃહમંત્રીએ કહ્યું કે, દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં રહેતા પ્રવાસીઓ પર પણ આ બિલ લાગુ થશે. રાજનાથ સિંહે કહ્યું કે ૬ સમુદાયોને આદિવાસી વર્ગનો દરજ્જો આપવા માટે સરકાર તૈયાર થઇ ચુકી છે. તેમમે કહ્યું કે, કેબિનેટે એક બોડો મ્યૂઝિયમ બનાવવા અને આકાશવાણી, દુરદર્શન કેન્દ્રને વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીએ કહ્યું કે, અસમનાં લોકો માટે ન્યૂલેંડ નીતિ અંગે પણ વિચાર કરવામાં આવી છે. રાજનાથે કહ્યું કે, પૂર્વોત્તરનાં તમામ રાજ્યોમાં શાંતિ જળવાઇ રહે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ.રાજનાથ સિંહે કહ્યું કે, શાંતિ જળવાઇ રહે તેવા હેતુથી સીમા પરની સુરક્ષા વધારે મજબુત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર પૂર્વોત્તરની જનતાની આકાંક્ષાઓને પુર્ણ કરવા માટે દરેક પગલા ઉઠાવી રહી છે. દેશનાં નાગરિકોનું કોઇ પણ હિત જોખમાય તે સરકાર સાંખી નહી લે.

Related posts

फडणवीस ही होंगे मुख्यमंत्री : गडकरी

aapnugujarat

35ए को खत्म करने को लेकर अफवाहें हैं, सभी को इकट्ठा हो जाना चाहिए : महबूबा मुफ़्ती

aapnugujarat

મહાકુંભ : આજે પોષ એકાદશી સ્નાનને લઇ શ્રદ્ધાળુ ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1