Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નંદન નિલેકણીને ડિજિટલ પેમેન્ટ પેનલના અધ્યક્ષ બનાવાયા

ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઇ)એ ઘોષણા કરી છે કે, ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણીની ડિજિટલ પેમેન્ટ કમિટિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ કમિટિમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે જેઓ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા બાબતોનું ધ્યાન રાખશે. અગાઉ નંદન નિલેકણીની યુઆઇડીઆઇના પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ હતી.
નિલેકણિ સાથે આ કમિટિમાં આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એચઆર ખાન, વિજ્યા બેંકના પૂર્વ એમડી અને સીઇઓ કિશોર સાન્સી માહિતી ટેકનોલોજી અને સ્ટીલ મંત્રાલયના પૂર્વ સચિવ અરુણ શર્મા અને સંજ્ય જૈન ચીફ ઇનોવેશન ઑફિસર, સેન્ટર ફોર ઇનોવેશન, ઇંક્યુબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ આઇઆઇએમ અમદાવાદ સામેલ છે.
આ કમિટિ દેશમાં પ્રચલિત પેમેન્ટ પદ્ધતિ અને આ પદ્ધતિમાં જે ખામીઓ છે તેને લગતી તમામ બાબતોનું ધ્યાન રાખશે. આ કમિટિ આરબીઆઇને ડિજિટલ પેમેન્ટમાં સલામતિને લગતી વિવિધ પદ્ધિતિઓ અંગે સૂચન પણ કરશે.
કમિટિ તેની પ્રથમ મિટિંગ બાદ ૯૦ દિવસમાં તેનો રિપોર્ટ આરબીઆઇને સબમિટ કરશે.

Related posts

ભારતીય નૌકાદળે ૬૮ યુદ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

aapnugujarat

सेना : वीरता पुरस्कार विजेता को अब दोगुनी रकम

aapnugujarat

आंध्र. में कोरोना वायरस का कहर जारी

editor

Leave a Comment

UA-96247877-1