Aapnu Gujarat
ગુજરાત

જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ ખાતે મિડીયા સેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

અમદાવાદ જિલ્લાના લોકવિકાસના કાર્યો અને વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં કડીરૂપ ભૂમિકા પુરી પાડનાર “લોકશાહીના ચોથા આધારસ્તંભ” એવા મિડીયાના પત્રકારમિત્રો માટે જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ ખાતે મિડીયા સેલના કાર્યાલય અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનુજી ઠાકોર અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. અમદાવાદ જિલ્લા પંચાયત ની કામગીરી લોકો સુઘી પહોંચે અને સરકાર ની આરોગ્ય, ખેતી, શિક્ષણ, આયુર્વેદિક, બાળ વિકાસ, સિંચાઈ, બાંઘકામ સહિત યોજનાઓનો લાભ લોકો સુઘી પહોંચે છે.તેમજ સરકાર ની સેવાનો લાભ લોકો લઇ શકે અને તેનુ મિડીયા માઘ્યમ બને એ માટે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે આજરોજ મિડીયા સેલ ઓફીસ નું ઉદ્ઘાટન કરાયુ હતું. જેમા અમદાવાદ શહેર સહિત જિલ્લા ના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા પત્રકાર મિત્રો ને બેસવા માટે ની સુવિઘા વાળું એક જગ્યા ફાળવીને જિલ્લા મિડીયા સેલ કાર્યાલયનું જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ,જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ(કાભાઇ),કારોબારી સમિતિના ચેરમેન મનુજી ઠાકોર સહિત નાઓએ મિડીયા સેલ ઓફીસ નું ઉદ્ઘાટન કર્યું હતું.અમદાવાદ સ્થિત પત્રકારો પીજી બાપુ,શૈલેષ પટેલ,વિષ્ણુ રાવલ,નવીનચંદ્ર મહેતા,પીયૂષ ગજ્જર,ભરત દવે,ભરતસિંહ ઝાલા,હરીઓમ સોલંકી,સહિત અમદાવાદ શહેર અને જિલ્લાના તાલુકા મથકના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

મોરબીમાં બહેનનાં ઘેર ગયેલાં ભાઈની હત્યા

aapnugujarat

મોરાડુંગરી ગામમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરથી બાળકોને ખતરો

aapnugujarat

મીઠાખળી અંડરપાસ છ મહિના માટે બંધ કરી દેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1