Aapnu Gujarat
બિઝનેસ

ફેસબુકમાં એકાઉન્ટ હોય કે ન હોય, એ લોકો ડેટા તો ટ્રેક કરી જ શકશે

ફેસબુક પર ડેટા લિક બાબતે ખુબ ફરિયાદો આવી રહી છે એવામાં એ નવી ખબર સામે આવી છે. ડેટા લિકને લઇને સતત આરોપો બાદ પણ ફએસબૂક તેનાં યૂઝર્સનો ડેટા બચાવવામાં સફળ રહ્યું નથી.
દરરોજ ફેસબૂકથી લોકોનાં ડેટા લીક થવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. તે તમામ આરોપોની વચ્ચે ફેસબૂક પર એક ગંભીર આરોપ લાગ્યો છે. એક રિસર્ચ મુજબ ફેસબૂક એપનો ઉપયોગ કરનારા અને ન કરનારા યૂઝર્સને પણ ટ્રેક કરે છે કે જેણે તેનો ઉપયોગ બંધ કરી દીધો છે.
રિસર્ચ મુજબ, યૂકેની પ્રાઇવેસી ઇન્ટરનેશનલ દ્વારા ૩૪ એન્ડ્રોયડ એપ્સની તપાસ કરી, જેણે ૧૦થી ૫૦૦ મિલિયન વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જે જેમાં લેંગ્વેજ- લર્નિંગ એપ ડ્યુલિંગો, ટ્રાવેલ અને રેસ્ટોરંટ વેબસાઇટ ટ્રીપ એડવાઇઝર, જોબ ડેટાબેસ ઇન્ડીડ અને ફ્લાઇટ સર્ચ એન્જિન સ્કાયસ્કેનર શામેલ છે.
તપાસમાં સામે આવ્યું છે કે ૬૦ ટકાથી વધુ એપ યૂઝર્સનાં એપ ઓન કરતાની સાથે જ તેમનો ડેટા ઓટોમેટિકલી ફેસબુકને મોકલી દે છે.રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, ભલે લોકો પાસે ફેસબૂક અકાઉન્ટ હોય કે ન હોય. તેમનો ડેટા આ એપ ખોલતાની સાથે જ ફેસબૂક પાસે જતો રહે છે. ઇન્ડિપેન્ડન્ટમાં છપાયેલી ખબર મુજબ ફેસબુકે આ મામલે નિવેદન આપતા પ્રાઇવેસી ઇન્ટરનેશનલને કહ્યું કે, ઘણી કંપનીઓ માટે ડેટા શેરિંગ એક કોમન પ્રેક્ટિસ છે. કંપનીએ વધુમાં કહ્યું કે, આ જાણકારી ડેવલોપર્સ માટે જરૂરી હોય છે.

Related posts

પેપર કંપનીઓએ સેફગાર્ડ અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની માંગ કરી

aapnugujarat

ડેબ્ટ માર્કેટમાંથી ૭૮૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે

aapnugujarat

जेपी इन्फ्राटेक को २००० करोड़ जमा करने सुप्रीम ने निर्देश दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1