Aapnu Gujarat
બિઝનેસ

પેપર કંપનીઓએ સેફગાર્ડ અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની માંગ કરી

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં પેપરની આયાતમાં ૬૦ ટકા વધારાને જોતા પેપર મેન્યુફેક્ચર્સ અસોસિએશને લેખિતમાં કેન્દ્ર સરકારને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વિનંતી કરી છે. આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ આપવા માટે એન્ટિ-ડમ્પિંગ ડયુટી અથવા સેફગાર્ડ ડયુટી લાદવાની પણ દરખાસ્ત કરી છે. પેપરની નિરંકુશ આયાતથી સ્થાનિક પેપર ઈન્ડસ્ટ્રી ઉપર માઠી અસર થઈ છે. દેશમાં ડયુટી ફ્રી આયાતને કારણે સ્થાનિક પેપર ઉત્પાદકને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પેપર ઈન્ડસ્ટ્રી ગ્રામિણ લોકો માટે ખુબજ મહત્ત્વની છે આ ઉપરાંત તે સ્થાનિક એગ્રો અને ફોરેસ્ટ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલી છે. ડિરેક્ટર જનરલ ઓફ કોમર્સિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેસ્ટિક્સની અનુસાર, ર૦૧૬-૧૭માં આયાતમાં ર૮ ટકાનો વધારો થયો છે જ્યારે નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં પેપરની આયાતમાં ૬૦ ટકાની વૃદ્ધિ થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં પેપર અને પેપર બોર્ડની આયાત ૧૦.પ લાખ ટનની નવી વિક્રમી સપાટીએ પહોંચી છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળાની તુલનાએ પેપર અને પેપર બોર્ડની આયાત ૬.પ લાખ ટન થઈ હતી. નોંધનીય છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અનુસાર, સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાંથી આયાત થતી વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારની ડયુટી લાદવામાં આવી નથી. જેના લીધે આ ગાળામાં પેપરની આયાત ૦.૮ લાખ ટનથી બમણી વધીને ર.૧ લાખ ટન થઈ છે. વિશ્વ સૌથી ઝડપથી વિકાસ કરતા પેપર માર્કેટમાં ભારતનો સમાવેશ થયા છે જ્યારે ભારત પેપરની માગનો મોટો હિસ્સો આયાત કરે છે જો કે ઉત્પાદનની સ્થિતિમાં પણ થોડોક સુધારો જોવા મળ્યો છે. ભારતીય પેપર ઈન્ડસ્ટ્રીઝ દાયકામાં બેથી ત્રણ અબજ ડોલરનું રોકાણ કરીને ઉત્પાદન ક્ષમતા વધારવાનો સતત પ્રયત્ત્ન કરી છે. છેલ્લા કેટલાક સમયથી સસ્તી આયાતને કારણે સ્થાનિક પેપર ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. આઇપીએમએના પ્રેસિડન્ટે જણાવ્યુ કે, પેપર ઈન્ડસ્ટ્રીને ગ્રામિણ અર્થતંત્ર સાથે સીધો સંબંધ છે જેથી સરકારને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવુ જોઈએ અને આયાતઉપર ડયુટી લાદવામાં આવી જોઈએ. છેલ્લા છ વર્ષમાં પેપર અને પેપરબોર્ડની સરેરાશ આયાત વેલ્યુની ર્દષ્ટીએ ૧પ.૮ ટકા વૃદ્ધિ થઈ છે અને વોલ્યુમની ર્દષ્ટીએ આયાતમાં ૧૭.૬ ટકાની વૃદ્ધિ થઈ છે.

Related posts

નીરવ મોદીની કંપનીના બેન્ક ખાતામાં માત્ર 236 રૂપિયા

aapnugujarat

રિલાયન્સ જીઓ એરટેલને પછાડી બીજી મોટી કંપની બની

aapnugujarat

NSE-MCXની મર્જર મંત્રણા હાલ યથાવત જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1