Aapnu Gujarat
બિઝનેસ

વર્ષ ૨૦૧૮માં સ્ટોક માર્કેટમાં ૧૨ ટકા સુધીની તેજી આવશે

ભારતીય શેરબજાર માટે ૨૦૧૭નું વર્ષ બ્લોક બસ્ટર રહ્યાં બાદ વર્ષ ૨૦૧૮ પણ રોકાણકારો માટે એકંદરે પ્રોત્સાહક રહેવાની ધારણા છે. ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં ઇન્ડિયન સ્ટોક માર્કેટના બેન્ચમાર્કે ૨૫ ટકાથી વધારે ઊછાળો દર્શાવ્યા બાદ અને આ સ્તરેથી નવા વર્ષ ૨૦૧૮માં ૧૨ ટકા સુધીની તેજીની રેલીનો આશાવાદ બ્રોકરેજ હાઉસો મૂકી રહ્યાં છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ, મોર્ગન સ્ટેન્લી, ક્રેડિટ સ્વિસ અને બીએનપી પારીબાસ જેવા ગ્લોબલ બ્રોકરેજ હાઉસોના મતે નવા વર્ષે ઇન્ડિયન માર્કેટ નવી ઐતિહાસિક શિખરો સર કરશે. બીએનપી પારીબાસઃ બીએનપી પારીબાસે અન્ય તમામ ગ્લોબલ હાઉસોની સરખામણીએ સેન્સેક્સમાં સૌથી વધારે આક્રમક ટાર્ગેટ મૂકવાની સાથે પોતાની સ્ટ્રેટેજી રિપોર્ટ જારી રહ્યો છે. બીએનપી પારીબાસ ઇન્ડિયન માર્કેટ પ્રત્યે ઓવરવેઇટ વ્યૂ ધરાવે છે અને બેન્ચમાર્ક સેન્સેક્સને ૩૭,૫૦૦ના નવા વિક્રમી શિખર જોઇ રહ્યાં છે. જે સેન્સેક્સના હાલના સ્તરેથી ૧૨ ટકા સુધીનો ઉછાળો દર્શાવે છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કે કહ્યું કે, પાછલાં સમયમાં લેવાયેલાં આર્થિક પગલાંની અસર ઓસરતાં તેઓ રિકવરીની ચાલમાં બાજી લગાવવા ઇચ્છે છે અને અમે સરળ શેરની પસંદગી કરીએ છીએ. આર્થિક વિકાસદરમાં ઘટાડા સંબંધિત મુશ્કેલીનો ભારત સામનો કરી રહ્યું છે જો કે રિકવરીને સ્પષ્ટ જોઇ શકાય છે.
મોર્ગન સ્ટેન્લીઃ મોર્ગન સ્ટેન્લી વ્યાપક બુલિસ વ્યૂ સાથે જો અર્નિંગ ગ્રોથ ૨૦ ટકાની આસપાસ રહે તો ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં સેન્સેક્સ ૪૦,૦૦૦ના વિક્રમી સ્તરે પહોંચવાનો આશાવાદ દર્શાવે છે.
વર્ષ ૨૦૧૮માં તેજી માટે ગ્લોબલ ગ્રોથમાં સપોર્ટ, કેપેક્સમાં સુધારો, ફિસ્કલ સ્પેન્ડિંગ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો જરૂરી છે. સેન્સેક્સનો ૧૫ગણાં વન-યર ફોરવર્ડ અર્નિગ સાથે ટ્રેડ થઇ રહ્યો છે જે તેની સરેરાશ હિસ્ટોરિકલ કરતાં નીચો છે. અર્નિંગ ગ્રોથ વર્ષ ૨૦૧૮માં ૧૯ ટકા અને વર્ષ ૨૦૧૯માં ૨૭ ટકા જેટલો રહેવાની ધારણા છે. ક્રેડિટ સ્વીસઃ વર્ષ ૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવતી જાય છે અને રાજ્યોની ચૂંટણીની અસર પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર જોવા મળી રહી છે. જો કે તેની સીધી આર્થિક અસર મર્યાદિત રહેશે, ખાસ કરીને બજેટ બાદ સેન્ટિમેન્ટ બદલાતાં માર્કેટ વોલેટાઇલ રહેશે. ઇમર્જિંગ માર્કેટની તુલનાએ ભારતીય બજાર મોઘું નથી અને વર્ષ ૨૦૧૯માં અર્નિંગ પર શેર ડબલ ડિજિટમાં જોવા મળશે. નોમુરાઃ નોમુરાના સયાન મુખર્જીએ કહ્યું કે, અમે ઇન્ડિયન ઇક્વિટી પ્રત્યે બુલિશ છીએ અને ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં નિફ્ટીમાં ૧૧,૮૮૦નો ટાર્ગેટ મૂક્યો છે. બિઝનેસ કામકાજ વધી રહ્યાં છે પરિણામે અર્નિંગ ગ્રોથ વધશે તેની સાથે-સાથે કોર્પોરેટ અર્નિંગ-ટુ- જીડીપી રેશિયો નીચે જતા ઇક્વિટી ઉપરનું રિટર્ન અને માર્જિન સંકોચાશે. બ્રોકરેજ પસંદગીના શેર મોર્ગન સ્ટેન્લી બજાજ ઓટો, મહિન્દ્ર-મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ઝી એન્ટરટેઇન્મેન્ટ, આઇટીસી, રિલાયન્સ ઇન્ડ., ભારત ફાઇ, એચડીએફસી બેન્ક. આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા ફાઇ., ડો. રેડ્ડીઝ લેબ, અદાણી પોટ્‌ર્સ, હેવેલ્સ ઇન્ડિયા, ક્યુમિન્સ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યુપીએલ,ઇન્ફોસિસ ક્રેડિટ સ્વીસ,ઓએનજીસી,સન ફાર્મા, એચસીએલ ટેક્નોલોજી, ટાટા સ્ટીલ નોમુરા રિલાયન્સ ઇન્ડ.,ગેઇલ,એચડીએફસી બેન્ક, એસબીઆઇ,શ્રીરામ ટ્રાન્સપોર્ટ,મારુતિ સુઝુકી,મહિન્દ્રા- મહિન્દ્રા, અશોક લેલેન્ડ,એલ એન્ડ ટી યુબીએસ,આઇસર મોટર્સ,આઇસીઆઇસીઆઇ બેન્ક, બેન્ક ઓફ બરોડા, ભારતી એરટેલ,બીપીસીએલ બીએનપી પારીબાસ,એચડીએફસી બેન્ક,ઇન્ડ્‌સઇન્ડ બેન્ક,ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નો.,ભારતી એરટેલ,ઝી એન્ટર.,ડાબર ઇન્ડિયા, મારુતિ સુઝુકી, આઇસર, રિલાયન્સ ઇન્ડ.,બીપીસીએલ,પેટ્રોનેટ એલએનજી.

Related posts

એરિક્શનને પૈસા ચુકવી દેવા આરકોમ આશાવાદી

aapnugujarat

બ્રોકરેજિસ માટે સસ્તું ફન્ડિંગ બંધ થશે

aapnugujarat

आईफोन यूज नहीं करते वॉरेन बफेट पर खरीदने को तैयार पूरी कंपनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1