Aapnu Gujarat
બિઝનેસ

NSE-MCXની મર્જર મંત્રણા હાલ યથાવત જારી

નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) અને મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ)એ ઓક્ટોબર મહિનામાં યુનિવર્સલ એક્સચેંજ ફેમવર્કના અમલીકરણ પહેલા મર્જરની વાતચીત શરૂ કરી દીધી છે. એનએસઈ અને એમસીએક્સની મર્જરની ચર્ચા શરૂ થઇ રહી છે. આ મહિને સેબીને દરખાસ્ત સોંપી દેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મર્જરના પરિણામ સ્વરુપે ઇક્વિટી અને કોમોડિટી ડેરિવેટિવ બંનેમાં તેમની લીડરશીપની પોઝિશનને મજબૂત કરવામાં મદદ મળશે. બંને એક્સચેંજ મર્જરની દરખાસ્તને લઇને બ્લુપ્રિન્ટ તૈયાર કરી ચુક્યા છે. હવે સેબી સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. એનએસઈ દ્વારા કોમોડિટી શેરબજારમાં ચર્ચા ચાલી રહી છે. માર્કેટ રેગ્યુલેટરે બંને ઇક્વિટી અને કોમોડિટી ક્ષેત્રમાં કેટલીક રાહતો આપી દીધી છે. ડિસેમ્બર ૨૦૧૭ની બેઠકમાં સેબી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એનએસઈના પ્રવક્તાનું કહેવું છે કે, અમે માર્કેટની અટકળોને લઇને કોઇ ટિપ્પણી કરીશું નહીં. એમસીએક્સને મોકલવામાં આવનાર કોઇપણ દરખાસ્તને લઇને વાતચીત પર આગળ વધીશું. સુત્રોનું કહેવું છે કે, એનએસઈ ઇક્વિટી અને ઇન્ડેક્સ ડેરિવેટિવમાં મજબૂત પકડ ધરાવે છે. કોમોડિટીના ક્ષેત્રમાં બંને આગળ વધી રહ્યા છે. હાલમાં એમસીએક્સ ૩૭ અબજ રૂપિયાની માર્કેટ મૂડી ધરાવે છે. આની તુલનામાં એનએસઈ વધારે મોટુ કદ ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૬માં એનએસઈ દ્વારા સેબી સમક્ષ તેના ઓફર ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. માર્કેટ નિષ્માતોનું કહેવું છે કે, મર્જરને લઇને એનએસઈ અને એમસીએક્સ બંનેને ૫૦-૫૦ જીત મળશે. બીએસઈ દ્વારા પહેલાથી જ કોમોડિટી ડેરિવેટિવમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એક જ મેમ્બરશીપ હેઠળ કોમોડિટી ડેરિવેટિવ ટ્રેડિંગ શરૂ કરવા માટે તેના સભ્યોને બીએસઈ દ્વારા નવી નવી ઓફરો કરવામાં આવી રહી છે. એનએસઈ પણ તેના કોમોડિટી પ્લાન સાથે તૈયાર છે પરંતુ હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી નથી. કોમોડિટીના ક્ષેત્રમાં એમસીએક્સને ઇક્વિટી એક્સચેંજ તરફથી ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે જે વધુ સારી ટેકનોલોજી અને ક્લાઇન્ટ નેટવર્ક ધરાવે છે. બીજી બાજુ એમસીએક્સને વધારે મૂડીની પણ જરૂર પડશે. એનએસઈ હાલમાં એમસીડેક્સમાં ૧૫ ટકાની હિસ્સેદારી ધરાવે છે.

Related posts

બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો ગ્રોથ રેટ ૬.૩ : જેટલી

aapnugujarat

સોનાની ગ્રામીણ માંગમાં પખવાડિયામાં ૩૦-૪૦% કડાકો

aapnugujarat

IT dept extends deadline for filing ITR (FY) 2019-20 to Nov 30

editor

Leave a Comment

UA-96247877-1