Aapnu Gujarat
ગુજરાત

દમણ-દીવ વચ્ચે દોડશે રો-રો ફેરી : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રમાંનરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વવાળી સરકાર આરૂઢ થઇ છે ત્યારથી સમુદ્દકાઠાનો વિકાસ અને ‘પોર્ટલેડ’ ડેવલપમેન્ટપર ભાર મૂકીને દેશભરનાં સમુદ્રકાઠાના વિસ્તારનો વિકાસ કરવા માટે કાર્યવાહી આરંભેલછે. આ માટે ‘સાગરમાલા’ જેવીમહત્વકાંક્ષી યોજના પણ અમલમાં મૂકેલ છે. અગાઉ પણગુજરાતવાસીઓના દશકો જુનું ‘ઘોઘા-દહેજ’ રો-રોફેરીનું સ્વપ્ન પુર્ણ કરવામાં આવેલ છે, ત્યારબાદ હવે ભારત સરકાર ‘દમણ-દીવ-દમણ’ની રો-રોફેરી કાર્યરત કરવા જઇ રહી છે. તથા આ માટે ભારત સરકારનાં શીપીંગ કોર્પોરેશન દ્વારાટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ રો-રો ફેરીનાં આરંભથી હાલનું ૬૧૫ કી.મી નું અંતરઘટીને માત્ર ૧૯૬ કી.મી.થઇ જશે, તથા હાલ જે ૧૦ કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીનેમાત્ર ૨ કલાક થઇ જશે.આ અંગેવિગતો આપતા કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ છે કે “ગુજરાતનોદરિયાકાંઠો દશકો સુધી ઉપેક્ષીત રહ્યો છે, અને ગુજરાતનાં દરિયાકાંઠાને વિકાસનુંમાધ્યમ બનાવેલ છે. રો-રો ફેરી જેવી સુવિધાથી ગુજરાતનાં વિકાસને બળ મળશે જ, સાથેસાથે સ્થાનિક રોજગારી સાથે ઇંધણ અને સમયની પણ બચત થશે”.દમણ-દીવ રો-રો ફેરી માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલ હોઈ, આગામીસમયમાં આ સુવિધા મળતા ગુજરાતની યશ કલગીમાં એક નવા યાઆમનો ઉમેરો થશે.

Related posts

ડભોઇમાં મતદાન જાગૃતિ સેમિનાર યોજાયો

editor

ભાવનગરમા વિભાવરીબેન દવેએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું

editor

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આજે ભાવનગરની મુલાકાતે

editor

Leave a Comment

UA-96247877-1