Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ગ્રીન કાર્ડ ક્વોટા ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ, ભારતીયોને સૌથી વધુ ફાયદો

અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, જો અમેરિકા દેશ સંબંધિત ક્વોટા હટાવી દે છે તો હજારો ભારતીયોને અહીંની સિટિઝનશિપ મળી શકે છે. અમેરિકાની સંસદના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે પહેલેથી જ નક્કી તમામ દેશોના ક્વોટા ખતમ થવાથી અમેરિકન લેબર માર્કેટમાં ભેદભાવ ખતમ થશે, સાથે જ અમેરિકાની સિટિઝનશિપ મેળવવા માટે ભારતીયો અને ચીનના નાગરિકોની સંખ્યામાં પણ વધારો થશે. ગ્રીન કાર્ડ ઇમિગ્રન્ટ નાગરિકોને સ્થાયી રીતે અમેરિકામાં રહેવા અને અહીં કામ કરવાની અનુમતિ આપે છે.જો દેશ સંબંધિત ક્વોટા હટાવવામાં આવશે તો ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. જે મોટાંપાયે અહીં ભારતથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પ્રોજેક્ટ્‌સ માટે મોકલે છે અને તે આના માટે ગ્રીન કાર્ડ પર નિર્ભર છે.કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ રિપોર્ટ અનુસાર, હાલમાં ખાસ કરીને ભારત અને એક હદ સુધી ચીન, ફિલિપીન્સના લોકોને અમેરિકામાં સિટિઝનશિપ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે.
૨૦૧૮ના મધ્ય સુધી ૯ લાખથી વધુ લોકોને એમ્પ્લોયમેન્ટ માટે પ્રવાસની મંજૂરી આપી દીધી હતી, પરંતુ અમેરિકામાં કામ કરવા માટે સીમિત વિઝા હોવાના કાણે તેઓને રાહ જોવી પડશે. આવા વિઝાની માંગ ખાસ કરીને ભારત અને ત્યારબાદ ચીન અને ફિલિપીન્સથી આવે છે. ભારતીયોને ગ્રીન કાર્ડ માટે અંદાજિત સાડા ૯ વર્ષની રાહ જોવી પડે છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, તેમાં દર વર્ષે નવા આવેદનોની સંખ્યાના હિસાબે વધારો અથવા ઘટાડો થાય છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ વર્ષમાં પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્‌ડ એલપીઆર કેટેગરી હેઠળ ૧,૪૦,૦૦૦ વિઝા આપે છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૭માં સ્વીકાર કરવામાં આવેલા ૧૧ લાખ એલપીઆરના ૧૨ ટકા છે.આ સાથે તમામ એમ્પ્લોયમેન્ટ બેઝ્‌ડ એલપીઆરમાં સંબંધિત દેશ માટે મહત્તમ ૭ ટકાના ક્વોટા નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં દેશ સંબંધિત ક્વોટા ખતમ કરવા માટે અનેક પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ હજુ સુધી કાયદાકીય માન્યતા મળી નથી. રિસર્ચ રિપોર્ટમાં દેશ સંબંધિ ક્વોટા હટાવ્યા બાદ શું સ્થિતિ થઇ શકે છે, તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી કેટલાંક દેશોના એમ્પ્લોયમેન્ટ બેઝ્‌ડ ઇમિગ્રેશનમાં દબદબો થઇ જશે. આનાથી ખાસ ઉદ્યોગોને લાભ થઇ શકે છે, જે મોટાંપાયે વિદેશી વર્કર્સને રોજગાર આપે છે. આનાથી અન્ય દેશોના વિદેશી વર્કર્સ અને ઉદ્યોગોને નુકસાન થશે, જે કદાચ તેઓને નોકરી આપી શકતા હોય.હાલની ઇમિગ્રેશન પોલીસી હેઠળ ગ્રીન કાર્ડ ફાળવણીમાં સાત ટકા ક્વોટાથી સૌથી વધુ નુકસાન મોટાંભાગે સ્કિલ્ડ ઇન્ડિયન પ્રોફેશનલ્સને થાય છે અને તેઓને એચવનબી વિઝા પર અમેરિકામાં કામ કરવું પડે છે.અમેરિકન કોંગ્રેસની ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી બ્રાન્ચનું કહેવું છે કે, જો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અથવા લિગલ પર્માનન્ટ રેસિડન્ટ સ્ટેટસ આપવામાં ક્વોટા ખતમ કરી દેવામાં આવે છે, તો તેને મેળવવા માટે ભારતીય અને ચીન નાગરિકોને એપ્લિકેશનની સંખ્યામાં વધારો થશે. તેને ઉકેલવામાં ઘણો સમય લાગશે. સીઆરએસ અલગ અલગ મુદ્દાઓ પર રિપોર્ટ તૈયાર કરે છે, જેના આધારે સાંસદ સંપુર્ણ જાણકારી લઇને નિર્ણય કરે છે. સ્થાયી રોજગાર આધારિત અને દેશ આધારિત ક્વોટા ટાઇટલવાળો આ રિપોર્ટ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૮નો છે.ઉલ્લેખનીય છે કે, અનેક સાંસદ ગ્રીન કાર્ડ અને એલપીઆર જાહેર કરવામાં દેશ આધારિત ક્વોટાને ખતમ કરવા સંબંધિત પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યા છે.અમેરિકન સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસ અનુસાર, એપ્રિલ ૨૦૧૮થી ૩,૦૬,૬૦૧ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઇ રહ્યા છે. ગ્રીન કાર્ડ માટે કુલ ૩,૯૫,૦૨૫ વિદેશીઓએ અપ્લાય કર્યુ છે, જેમાંથી ૭૮ ટકા ભારતીયો છે.સીઆરએસ અનુસાર, ક્વોટાના કારણે આ ભારતીયોને ગ્રીન કાર્ડ મેળવવા માટે સાડા નવ વર્ષ રાહ જોવી પડશે. જો કે, દર વર્ષે આવતી એપ્લિકેશનના આધારે આ સમય હજુ પણ વધી શકે છે.

Related posts

ट्रंप के सलाहकार स्टीफन ने कहा, US के राष्ट्रपति ‘व्हिसलब्लोअर’

aapnugujarat

सीमा को खुला छोडना ना समजी है : सिंगापुर के उप-प्रधानमंत्री शनमुगरत्नम

aapnugujarat

ડોકલામ નજીક ચીન માર્ગોને પહોળા કરવામાં ફરીથી વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1