Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકની કાપણી પહેલા ખેડૂતોને કિંમતો મામલે માહિતી અપાશે

દેશમાં પાકની કાપણી પહેલા હવે ખેડુતોને કિંમત દર્શાવવા માટેની તૈયારી ચાલી રહી છે. આવા જ એક પ્રોજેક્ટ પર અંતિમ કામ ચાલી રહ્યુ છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે ખરીફ સત્રથી આ યોજના અમલી કરવામાં આવનાર છે. અમેરિકામાં પહેલાથી જ આ યોજના અમલી બનેલી છે. મોદી સરકાર આઇસીએઆર તેમજ એનઆઇએપીની સાથે મળીને આ યોજના પર કામ શરૂ કરી ચુકી છે. ખેડુતોને સીધી રીતે આના કારણે ફાયદો થનાર છે. માંગના મુલ્યાંકન અને આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહના આધાર પર સરકાર હવે ખેડુતોને તેમના પાકના ભાવ કાપણી પહેલા જ દર્શાવી દેશે. અમેરિકાની જેમ આ રણનિતી પર કામ ચાલી રહ્યુ છે. અમેરિકાની જેમ દેશમાં પણ આ વ્યવસ્થા અમલી કરવામાં આવી રહી છે. આગામી ખરીફ સિઝનથી પ્રાયોગિક રીતે તેને અમલી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પસંદ કરવામાં આવેલા કૃષિ પાક માટે કિંમતો અંગે પહેલાથી જ વાત કરવામાં આવનાર છે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધાર પર તેની હદના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આના માટે ટેકનિકલ સલાહકાર સમિતીની રચના કરી દેવામાં આવી છે. આના ભાગરૂપે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય કૃષિ આર્થિક તેમજ નીતિ અનુસંધાન સંસ્થાને નોલેજ પાર્ટનર બનાવી દેવામાં આવ્યા છથે., પ્રાપ્ત માહિતી મુજબ એનએઆઇપી કૃષિ પેદાશની માંગ, મંડીમાં આવકના પ્રમાણ અને આંતરાષ્ટ્રીય ભાવના સંબંધમાં યોગ્ય આગાહી માટે એક મોડલ તૈયાર કરનાર છે. અમેરિકામાં આ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ અમલી છે. જેના કારણે ખેડુતોને લાભ થઇ રહ્યો છે. હવે ભારત સરકાર પણ પ્રાયોગિક ધોરણે આ દિશામાં આગળ વધી રહી છે. અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા આ પ્રકારની વ્યવસ્થા અમલી કરવામાં આવી છે જેના ભાગરુપે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક આંકડાના આધાર પર પાક પેદાશો અંગે તથા કિંમતો અને માંગ અંગે માહિતી આપવામાં આવે છે. આનાથી ખેડૂતોને પાકના સંદર્ભમાં માહિતી મળતી રહે છે. આ પહેલા પણ ૨૦૧૧માં યુપીએની અગાઉની સરકારના લોકોએ મુખ્ય પાકના પુરવઠા અને માંગ તથા કિંમતના અંદાજના સંદર્ભમાં માસિક રિપોર્ટ તૈયાર કરવા માટે એનસીએઈઆર સાથે હાથ મિલાવ્યા હતા.

Related posts

સેંસેક્સ ૪૧ પોઇન્ટ ઉછળી ૩૪,૯૯૨ની સપાટી ઉપર

aapnugujarat

તમિલનાડૂમાં બોલ્યા અમિત શાહ, વંશવાદી અને ભ્રષ્ટ કોંગ્રેસ-ડીએમકેને હરાવશે

editor

નુપૂર શર્મા ટીવી પર આવીને જાહેરમાં માફી માંગે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1