Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૪૧ પોઇન્ટ ઉછળી ૩૪,૯૯૨ની સપાટી ઉપર

શેરબજારમાં આજે સંવત ૨૦૭૪ના છેલ્લા કારોબારી સેશનમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. બેંકિંગ અને એફએમસીજીના કાઉન્ટરો ઉપર વેચવાલી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ ૪૧ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો. અલબત્ત સેંસેક્સ ૩૫૦૦૦થી નીચી સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી છ પોઇન્ટ સુધરીને ૧૦૫૩૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો સિપ્લાના શેરમાં પાંચ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. આજે પણ તેમાં ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ અન્ય કેટલાક શેરોમાં સુધારો પણ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંકના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૨૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. એફએમસીજીના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ ઓટોના શેરમાં પણ મોટો કડાકો રહ્યો હતો. શેરબજારમાં આવતીકાલે બુધવારના દિવસે તથા ગુરુવારના દિવસે રજા રહેશે પરંતુ બુધવારના દિવસે મુર્હૂત કારોબાર રહેશે. આ મુર્હૂત કારોબારને લઇને પણ ઉત્સુકતા છે. શેરબજારમાં મુર્હૂત કારોબાર ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મૂર્હૂત કારોબાર દિવાળીના દિવસે હાથ ધરવામાં આવનાર છે. નવા હિન્દુ કેલેન્ડર સંવત ૨૦૭૫ની શરૂઆતના દિવસે મુર્હૂત કારોબાર હાથ ધરવામાં આવશે. પહેલાથી જ નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ મુર્હૂત કારોબાર સાંજે પાંચ વાગ્યાથી લઇને ૬.૩૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. ૨૦૧૭માં મુર્હૂત કારોબારનો ગાળો સાંજે ૬.૩૦ વાગ્યાથી લઇને ૭.૩૦ વાગ્યા વચ્ચેનો એક કલાકનો રહ્યો હતો જ્યારે ૨૦૧૬માં મુર્હૂત કારોબાર સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે રાખવામાં આવ્યો હતો. ઇતિહાસ દર્શાવે છે કે, બીએસઈ સેંસેક્સ દર વર્ષે મુર્હૂત કારોબાર દરમિયાન તેજીમાં રહે છે. ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે સૌથી મોટો ઉછાળો નોંધાઈ ગયો હતો. તે દિવસે ઇન્ડેક્સમાં ૫.૮૬ ટકાનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૯૦૦૮ સુધી રહી હતી. ડેટા દર્શાવે છે કે, ૨૦૦૫ બાદથી ૧૨ મુર્હૂત કારોબાર પૈકી ૧૦માં તેજી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે મુર્હૂત કારોબારમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે કારોબારના પ્રથમ દિવસે અને ધનતેરસના દિવસે જોરદાર કડાકો બોલી ગયો હતો. ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જોવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. કારોબારના અંતે ઉદાસીન માહોલ વચ્ચે સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૩૪૯૫૧ રહી હતી. આવી જ રીતે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૨૪ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫ હજારની સપાટી ગુમાવી દીધી હતી.

Related posts

नवंबर में वाहन बिक्री घटी

aapnugujarat

કોંગ્રેસ પાર્ટી પોકેટમારોની ટોળકી બની છે : ઓવૈસી

aapnugujarat

લેમનટ્રી હોટેલ્સના શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1