Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાતા આગામી સમયમાં કાતિલ ઠંડીની આગાહી

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ફરી એકવાર મોસમે મિજાજ બદલ્યો છે. મંગળવારથી આ રાજ્યોમાં ફરી એકવાર હિમવર્ષાનો આરંભ થયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી બે દિવસ સુધી પહાડી રાજ્યોમાં હિમવર્ષા થશે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગરને જોડનારો નેશનલ હાઇવે બંધ કરી દેવાની ફરજ પડી. જવાહર ટનલ, શૈતાની નાળુ અને બનિહાલમાં હિમવર્ષ બાદ માર્ગ વ્યવહાર બંધ થઇ ગયો હતો. આ તરફ રાજૌરીના પિરપંજાલમાં પણ ભારે હિમવર્ષા નોંધાઇ છે. જેના કારણે ચારે તરફ બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.હિમવર્ષના કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં ફરી એકવાર શીતલહેર ફરી વળવાની સંભાવના છે.રાજ્યના ઉંચાઇવાળા સ્થળ લાહૌલ સ્પિતિ, કિન્નૌર, મનાલી, કુલ્લૂ, કાંગડા સહિતના વિસ્તારોમાં હવામાન પલટાયું છે. હિમાચલ પ્રદેશમાં ચાર અને પાંચ જાન્યુઆરીએ ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદની ચેતવણી છે. રાજ્યમાં લાહોલ સ્પિતિના કેલાંગમાં લઘુતમ તાપમાન માઇનસ ૬.૮ ડિગ્રી નોંધાયું.દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમી રાજ્યોમાં ઠંડીની અસર સહેજ પણ ઓછી થઈ નથી. બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના પીર પંજાલમાં ભારે બરફ વર્ષા થઈ હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ખુલ્લા વિસ્તારોમાં તાપમાન હજી ૧૦ ડિગ્રી કરતાં ઓછું નોંધવામાં આવ્યું છે. ભોપાલમાં બુધવારનું તાપમાન ૮.૮ ડિગ્રી અને પંજાબના ભટિંડામાં ૦.૭ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. એનસીઆરમાં સૌથી ઓછું તાપમાન ગુડગાંવમાં ૨.૨ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૪-૫ જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થવાની આગાહી છે અને તેથી તે દરમિયાન દેશમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.હવામાન વિભાગ મુજબ, ગત દશ વર્ષ પર નજર કરીએ તો ૨૦૧૩માં નવા વર્ષના સ્વાગતમાં લાગેલા દિલ્હીવાસીઓને ઠંડીને કેર સહન કરવાનો વારો આવ્યો હતો. પહેલી જાન્યુઆરી-૨૦૧૩ના રોજ રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને તે ૨૦૧૯માં નોંધાયેલા લઘુમત્તમ તાપમાન જેટલું છે. જો કે મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસની નજીક હતું અને તે આ વર્ષથી ઘણું ઓછું હતું. હવામાન વિભાગે આગામી ચોથી અને પાંચમી જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર-પશ્ચિમી અફઘાનિસ્તાન અને ઉત્તરીય પાકિસ્તાન પરથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના ઘણાં રાજ્યોમાં માવઠાની શક્યતા છે.
જેના કારણે તાપમાનમાં ઘટાડો અને શીતલહેરના કેરમાં વધારો થવાની શક્યતા છે.એનસીઆરમાં સૌથી ઓછું તાપમાન ગુડગાંવમાં ૨.૨ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ૩ જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે. તેના કારણે વિઝિબિલીટી ૨૦૦ મીટર સુધી ઘટી શકે છે. પહેલાં વેર્સ્ટન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ૪-૫ જાન્યુઆરી સુધી સામાન્ય વરસાદ સાથે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં બરફના ગોળા પણ પડી શકે છે. રાજસ્થાનના સીકરમાં ફતેહપુરનું તાપમાન ૦.૧ ડિગ્રી ઘટીને મંગળવારે માઈનસ ૦.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જ્યારે માઉન્ટ આબુનું તાપમાન ૩.૦ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જયપુરમાં તાપમાન ૦.૫ ડિગ્રી વધીને ૬.૧ ડિગ્રી નોંધવામાં આવ્યું છે.હવામાન વિભાગે અલવર, ભરતપુર સહિત પ્રદેશના આઠ શહેરોમાં ઠંડા પવનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખૂબ ઠંડીના કારણે જયપુર કલેક્ટરે સ્કૂલનો સમય પણ મોડો કરી દીધો છે. હવે અહીં સવારે ૧૦ વાગે સ્કૂલો ખુલે છે. રાજ્યભરમાં ઠંડીનો સામાન્ય ઘટાડો અનુભવાઈ રહ્યો છે..જોકે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી નોંધાયુ હતુ.જોકે નલિયામાં ૧૦ ડિગ્રી જ્યારે ડીસામાં લઘુત્તમ તાપમાન ૯.૩ ડિગ્રી નોંધાયું છે..આજે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન ગાંધીનગરમાં ૭.૬ ડિગ્રી નોંધાયું છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાન ચારથી છ ડિગ્રી વચ્ચે રહેશે. છ અને સાત જાન્યુઆરીએ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે લઘુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગે પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ધુમ્મસ અને ઠંડીએ વાપસી કરી છે. ધુમ્મસની સફેદ ચાદરમાં આખું દિલ્હી અને એનસીઆર લપેટાયેલા છે. કહેવામાં આવે છે કે પહાડો પર બરફવર્ષાને કારણે આ ઠંડીમાં ફરીથી વધારો થયો છે.

Related posts

बजट 2020 में कर्मचारियों को मिलेगी राहत…!

aapnugujarat

મધ્યપ્રદેશ : જાનૈયાઓની ટ્રક પુલથી ખાબકતા ૨૨નાં મોત

aapnugujarat

ધાંધલ ધમાલના કારણે બંને ગૃહની કાર્યવાહી મોકૂફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1