Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચંદ્રબાબૂ નાયડૂનું વિવાદિત નિવેદન, કહ્યું – વડાપ્રધાન મોદી ‘બ્લેકમેલર’ છે

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ એક અઠવાડિયામાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રવિવારના રોજ ચંદ્રબાબૂ નાયડૂએ મોદીને ‘બ્લેકમેલર’ કહ્યાં. નાયડૂએ કહ્યું કે નરેન્દ્ર મોદી એ એવા વ્યક્તિ છે જે પોતાની વાત મનાવવા માટે કોઈ ને પણ ધમકી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે નાયડૂએ વડાપ્રધાન મોદીને ‘ખોખલા વ્યક્તિ’ ગણાવતા આરોપ લગાવ્યો હતો કે મોદીએ દેશ માટે કંઈ જ નથી કર્યું. ચંદ્રબાબૂ નાયડૂએ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર આંધ્ર પ્રદેશના વિકાસને રોકવાના ઉદ્દેશ્યથી આ રાજ્ય વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. નાયડૂએ કહ્યું, ‘મોદી બ્લેકમેલર છે. તેઓ પહેલા કોઈના વિરુદ્ધ કંઈક યોજના બનાવે છે. પછી તે જ વ્યક્તિને તેમાંથી બચાવી લે છે. અને ત્યારબાદ તે વ્યક્તિને બ્લેકમેલ કરે છે અને આ જ તેમનું કામ છે.ચંદ્રબાબૂ નાયડૂએ દાવો કર્યો છે કે, કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ના નિર્દેશકે પોતે કહ્યું છે કે, મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ મોમલો દાખલ કરાવ્યો છે. નાયડૂએ આરોપ લગાવ્યો છે કે, મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રીને ઈએસઆઈ નિગમ સંબંધિત ભ્રષ્ટાચારના મામલામાંથી બચાવ્યા હતા. નાયડૂએ કહ્યું કે, મોદી અને કેસીઆર નથી ઈચ્છતા કે આધ્રપ્રદેશનો વિકાસ થાય અને તે માટે જ તેઓ મને હટાવવા માંગે છે. અહીં (વાઈએસઆર કોંગ્રેસ અધ્યક્ષ) જગન (સત્તા) જીતવા માંગે છે તેથી તેઓ તેમનું સમર્થન લઈ રહ્યા છે. આ ષડયંત્ર નહીં તો બીજું શું છે? તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ નાયડૂએ આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાનને ડર છે કે જો તેમના કારસ્તાનો પરથી પરદો હટી જશે કારણકે તેમણે છેલ્લા ચાર વર્ષમાં કંઈ કર્યું જ નથી .

Related posts

દેશમાં ડિસેમ્બર સુધીમાં ૮.૭૪ લાખ કરોડનું ડાયરેક્ટ ટેક્સ કલેકશન, ૧૪.૧%નો ગ્રોથ

aapnugujarat

અમરનાથ શ્રદ્ધાળુ ઉપર હુમલાનો ખતરો

aapnugujarat

રાજસ્થાનના જમીન કેસમાં રોબર્ટ વાડ્રાને ઈડીનું સમન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1