Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં ઘુસણખોરી કરી રહેલ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના બે સૈનિકો ઠાર

જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સેનાને એક મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ પાકિસ્તાની સેનાનો પોષાક પહેરેલા ઘુસણખોરોને ઠાર કર્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘુસણખોરો પોતાની બર્બરતા માટે બદનામ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના સભ્યો હતા અને ભારતીય સેના વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવાની તૈયારીઓમાં જ હતા. ભારતીય સેનાના જડબાતોડ જવાબમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ઘુસણખોરો નિયંત્રણ રેખા પાસે આવેલા ઘનઘોર જંગલો અને પહાડી વિસ્તારોમાંથી ભારતીય સીમામાં પ્રવેશ કરી રહ્યા હતા અને તે જ સમયે પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થયો. આ ઘુસણખરો જ્યારે ભારતીય સીમામાં પ્રવેશ કરતા હતા તે સમયે પાકિસ્તાની સેના દ્વારા જબરજસ્ત ગોળીબાર અને ભારે હથિયારો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો જેથી ભારતીય સેનાનું ધ્યાન ઘુસણખોરી કરનારા પાકિસ્તાની ઘુસણખોરો તરફ ન જાય.
આ ઘુસણખોરો પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. જેના પર પાકિસ્તાનની સેનાના નિશાન છે. જેના પર ઘુસણખોરોએ પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ દરમિયાન પહેરવામાં આવતો પોષાક પહેરી રાખ્યો હતો. તેમાંથી કેટલાક ઘુસણખોરોએ ભારતના બીએસએફ અને ભારતીય સેનાના જૂના પોષાક પર તેમનો યુનિફોર્મ પહેર્યો હતો. જો કે, હજી સુધી ભારતીય સેનાએ કુલ કેટલા પાકિસ્તની ઘુસણખોરો ભારતમાં આવ્યા હતા અને કેટલાને ઠાર કર્યા છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર નથી કરી. આ દરમિયાન સેનાનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનને કહેશે કે પોતાના ઘુસણખોરોના મૃતદેહ પાછા લઈ જાઓ કારણકે તેમના પોષાક પરથી એવું લાગી રહ્યું છે.

Related posts

આ વખતે ભાજપનો હિસાબ જનતા કરશે : અખિલેશ યાદવ

aapnugujarat

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના પોઝિટિવ

editor

भाजपा ने कई राज्यों के लिए प्रभारी नियुक्त किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1