Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩૩.૫ કરોડ જનધન એકાઉન્ટમાંથી ૨૫.૬ કરોડ એકાઉન્ટ એક્ટિવ

મોદી સરકારની મહત્વકાંક્ષી જનધન યોજનાના ભાગરુપે અત્યાર સુધીમાં ૩૩.૫ કરોડ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.જેમાંથી ૨૫.૬ કરોડ એકાઉન્ટ ઓપરેશનલ છે.આ એકાઉન્ટમાં જમા રકમ લગભગ ૮૫૫૦૦ કરોડ રુપિયા છે.
જનધન યોજના માટે સરકારે હવે નવુ લક્ષ્ય નક્કી કર્યુ છે.જે પ્રમાણે દેશમાં જેમની પાસે પણ બેંક એકાઉન્ટ નથી તે તમામ લોકોનુ આ યોજના હેઠળ એકાઉ્‌ન્ટ ખોલવામાં આવશે.
સરકારે સંસદમાં માહિતી આપતા કહ્યુ હતુ કે અત્યાર સુધીમાં ૨૬ કરોડ રુપે કાર્ડ લોકોને આપવામાં આવ્યા છે.જેમાં ઓવરડ્રાફ્ટ સુવિધાની સાથે માઈક્રો યુનિટ માટે ક્રેડિટ ગેરંટીની યોજના પણ છે.નિયમ પ્રમાણે જે ખાતામાં બે વર્ષમાં એક બેંક ટ્રાન્ઝેક્શન થતુ હોય છે તે ખાતાને એક્ટિવ ગણવામાં આવે છે.જનધન એકાઉન્ટમાં ઘણા એકાઉન્ટનો ઉપયોગ લોકોને સીધે સીધી તેમના એકાઉન્ટમાં સબસિડી પહોંચાડવા માટે થાય છે.સૌથી વધારે ૫.૨ કરોડ જનધન એકાઉન્ટ યુપીમાં ખુલેલા છે.જેમાં ૧૪૮૮૨ કરોડ રુપિયા જમા છે.બંગાળના જનધન એકાઉન્ટોમાં ૧૧૪૭૦ કરોડ, બિહારમાં ૮૪૧૭ કરોડ અને રાજસ્થાનમાં ૬૩૬૦ કરોડ તેમજ મહારાષ્ટ્ર અને એમપીમાં ૫૦૩૫ કરોડ અને ૪૩૨૫ કરોડ જમા થયેલા છે.

Related posts

भगवान भी सीएम बन जाए, वह भी सबको सरकारी नौकरी नहीं दे सकते : गोवा सीएम

editor

હવે ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચશે

aapnugujarat

String of resignations from BJP after party workers attacked in J&K

editor

Leave a Comment

UA-96247877-1