Aapnu Gujarat
ગુજરાત

પતિની દારૂની લત પૂરી કરવા ચોરી કરતી પત્નીની ધરપકડ

માણસને સંજોગો અને મજબૂરીના માર્યા કેવા કેવા કૃત્યો કરવા પડતા હોય છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો રામોલ પોલીસમથકે નોંધાયો છે. શહેરના રામોલ વિસ્તારમાં પોતાના પતિની દારૂની લત પૂરી કરવા માટે એક મહિલા સોનાની વીંટીઓ ચોરી ગુનાહિત કૃત્યો આચરતી હોવાનું સામે આવ્યું છે. રામોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવ્યા બાદ આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે આરોપી મહિલા વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને તેના આરોપી પતિને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપી મહિલા પાસેથી રૂ.એક લાખથી વધુ કિંમતની સોનાની આઠ વીંટીઓ પણ કબ્જે કરી છે અને સમગ્ર મામલે તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, શહેરની રામોલ પોલીસે જ્વેલર્સની દુકાનમાંથી પતિની દારૂની લત પુરી કરવા માટે સોનાની વીંટી જ ચોરતી મહિલાની ધરપકડ કરી હતી. મહિલા આરોપી હિના નાગર જ્વેલર્સની દુકાનોમાં વીંટી ખરીદવાના બહાને જઈ સોનાની વીંટી ચોરીને કોઈને શંકા ન થાય તે માટે ઓરિજનલ વીંટીને બદલે ડુપ્લિકેટ વીંટી મૂકી દેતી હતી. માત્ર એટલું જ નહીં, ચોરી કરવા માટે હિના સાથે તેનો પતિ નિલેશ નાગર પણ જતો હતો. પતિ-પત્ની બંન્ને આરોપીઓએ પૂર્વ વિસ્તારની અનેક જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક જ અઠવાડિયામાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બે દુકાનોમાં ચોરી થતા રામોલ પોલીસે વોચ ગોઠવી આરોપી પત્ની હિનાની ધરપકડ કરી હતી. તેમજ તેના પતિને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપી પત્ની પાસેથી રૂ.એક લાખથી વધુની કિંમતની સોનાની આઠ વીંટીઓ પણ જપ્ત કરી છે અને અત્યારસુધીમાં તેઓએ કયા કયા વિસ્તારમાં અને કેટલા ગુનાઓને અંજામ આપ્યો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

બસ ડેપો, બેન્કો, શાક માર્કેટ અને મુખ્ય બજારમાં વિદ્યાર્થીઓએ“વોટ નર્મદા” નાં સ્ટીકર્સ ચોંટાડીને ગુંજતો કર્યો અચૂક મતદાનનો સંદેશો

aapnugujarat

દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કરશે વડોદરાના આર્મી ઓફિસર

aapnugujarat

વાઘાણીએ સુરતમાં કોંગ્રેસીને હરામજાદા કહ્યું : નવો વિવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1