ચંકી પાંડે ની પુત્રી અન્યા હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ સલમાન ખાન તેને પણ લોંચ કરવા માટે તૈયાર છે. બોલિવુડમાં કૈટરીના સહિત અનેક અભિનેત્રીને સફળ અભિનેત્રી બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર સલમાન હવે અન્યાની બોલિવુડમાં એન્ટ્રી કરવાને લઇને આશાવાદી બન્યો છે. નવા ટેલેન્ટને લોંચ કરવાને લઇને સલમાન હંમેશા તૈયાર રહે છે. અનેક કલાકારોની કેરિયર પણ તેના કારણે બની છે. મળેલી માહિતી મુજબ સલમાન ખાન અને ચંકી પાંડે ખૂબ સારાં મિત્રો છે અને બંન્નેે એકબીજાને ખુબ પહેલાથી સારી રીતે ઓળખે છે જેથી સલમાને ચંકી પાંડેની પુત્રીને લોંચ કરવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે. અન્યા પોતે બોલિવુડની ફિલ્મ કેરિયરમાં એન્ટ્રી કરવા તમામ પ્રયાસ કરી રહી છે, તે જીમ ટ્રેનરની મદદ લઇ રહી છે. સાથે સાથે ન્યુટ્રીશન દ્વારા સુચવવામાં આવેલી ડાઇટ મુજબ તે આગળ વધી રહી થછે. હવે સલમાન ખાને તેને ફિલ્મ મારફતે લોકોની સમક્ષ રજૂ કરવા માટે તૈયારી કરી છે. સલમાનની સાથે અનેક અભિનેત્રી કેરિયર શરૂ કરી ચુકી છે જેમાં ડેઝી શાહ, જરીન ખાન, સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે. આ તમામ અભિનેત્રી હવે ટોપ ક્લાસ અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. ચંકી પાંડેએ પોતાની કેરિયરમાં અનેક ફિલ્મો કરી હતી જેમાં તેજાબ સામેલ છે.
આગળની પોસ્ટ