Aapnu Gujarat
મનોરંજન

જગ્ગા જાસુસ ૧૪ જુલાઇએ રજૂ થશે

રણબીર કપુર અને કેટરીના કેફ અભિનિત ફિલ્મ જગ્જા જાસુસ હવે ૧૪મી જુલાઇના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ ચર્ચાનો અંત આવી ગયો છે. આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી અટવાઇ ગઇ છે. ફિલ્મ નિર્ધારિત સમય કરતા કુબ મોડેથી રજૂ કરવામાં આવી રહી છે. જુદા જુદા કારણોસર ફિલ્મ અટવાઇ પડી હતી. ફિલ્મ જગ્ગા જાસુસ બાળકોને વધારે પસંદ પડે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ફિલ્મ વારંવાર અટવાઇ રહી હતી. ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા લોકો દ્વારા હવે ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરી દીધી છે. ફિલ્મના ટ્રેલરને થોડાક મહિના પહેલા જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં તેની ચર્ચા રહી છે. ફિલ્મના ટ્રેલરને જોતા આ ફિલ્મ ફેમિલી ચાહકો માટે આદર્શ ફિલ્મ તરીકે રહેશે. ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપુર વચ્ચે પ્રેમ સંબંધોનો અંત આવ્યા બાદ બન્ને પ્રથમ વખત એક સાથે એક ફિલ્મમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે રણબીર કપુર અને કેટરીના કેફ વચ્ચે પર્સનલ તકલીફના કારણે ફિલ્મ સતત અટવાઇ હતી. જો કે ફિલ્મના નિર્માતા આ વાત માનવા માટે તૈયાર નથી. તેમનુ કહેવુ છે કે બન્ને કલાકારો ખુબ પ્રોફેશનલ છે. તેમના પર્સનલ સંબંધોની ફિલ્મ પર કોઇ અસર થઇ નથી. ફિલ્મના કેટલાક સીનનુ વારંવાર શુટિંગ કરવામાં આવ્યુ હતુ. રણબીર કપુર યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. તેની સાથે કામ કરવા માટે હમેંશા તમામ નવી અભિનેત્રીઓ હમેંશા તૈયાર રહે છે. રણબીર અને કેટરીના ફિલ્મ મારફતે ફરી એકવાર ભેગા થઇ રહ્યા છે.

Related posts

અક્ષય કુમારે કોરોના અસરગ્રસ્ત કલાકારોને ૫૦ લાખની સહાય કરી

editor

करण ने पोस्ट की ‘स्टूडेंट ऑफ द यर २’ की दोनों हिरोइनों की तस्वीर

aapnugujarat

તમામ ભાષાની ફિલ્મ કરવા ખુબસુરત શ્રુતિ હસન ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1