Aapnu Gujarat
ગુજરાત

સ્કુટરની ડેકીમાં ૪૫ લાખનું સોનું લઇને જતો યુવક જબ્બે

શહેરની રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક યુવકની ૪પ લાખ રૂપિયાના સોના સાથે અટકાયત કરી છે. રીવરફ્રન્ટ પોલીસ વાહન ચેકીંગ કરતી હતી તે સમયે એક એક્ટીવાચાલકને રોક્યો હતો. પોલીસે એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. સોનાને લઇને યુવકે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતાં તેમજ તેનું બીલ નહીં આપતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હાલ તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. ક્રિસમસના તહેવારને ઊજવવા માટે યુવાવર્ગ દારૂની પાર્ટીનું આયોજન કરતા હોય છે અને અનેક રીતે દારૂની બોટલો પણ લાવતો હોય છે. યુવાનોને રોકવા માટે પોલીસે શહેરમાં ખાસ પ્રકારનું ચેકીંગ શરૂ કર્યું છે. રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ગઇ કાલે વાહન ચેકીંગ કરતી હતી ત્યારે એક દેવલ શાહ નામનો યુવક એક્ટીવા લઇને પસાર થયો હતો. પોલીસે દેવલની અટકાયત કરી હતી અને તેના એક્ટીવાની ડેકી ચેક કરી હતી. એકટીવાની ડેકીમાં પોલીસને ૪પ લાખ રૂપિયાનું દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. પોલીસ દેવલની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવી હતા અને તેની સોનાના મામલે પૂછપરછ કરી હતી. દેવલે સોનું ક્યાંથી લાવ્યો છે અને કોને આપવા માટે જતો હતો તેનો કોઇ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવલ પાસે દોઢ કિલો સોનાનું બિલ પણ હતું નહીં, જેથી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

પ્રફુલ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ખેડૂત સંમેલન યોજાશે.

aapnugujarat

જાહેર વિતરણ વ્યવસ્થામાં ૪૦ હજાર કરોડનું કૌભાંડ : મનીષ દોશી

aapnugujarat

પાવાગઢનું મહાકાળી મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય

editor

Leave a Comment

UA-96247877-1