Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મને જવાહર લાલ નેહરૂના ભાષણો ખૂબ પસંદ હતા : ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આ દિવસોમાં તેમના નિવેદનોના કારણે સતત ચર્ચાનો વિષય બન્યા છે. ત્રણે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી હાર પર જવાબદારી નક્કી કરનાર કથન પર ગડકરી અગાઉ જ સફાઇ આપી ચૂક્યા છે, પરંતુ તેમનું નવું નિવેદન દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ અંગે છે. એક કાર્યક્રમમાં નિતિન ગડકરીએ જવાહરલાલ નેહરુના ભાષણોની પ્રશંસા કરી અને પોતે તેમના ભાષણોના મુરીદ જણાવ્યા.
એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે’ સિસ્ટમને સુધારવા માટે બીજી બાજુ તરફ આંગળી કેમ ચીંધો છે, પોતાના તરફ કેમ નહીં. જવાહર લાલ નેહરુ કહેતા હતા કે ઇન્ડિયા ઇઝ નોટ એ નેશન, ઇઝ ઇઝ એ?પોપ્યુલેશન. આ દેશનો દરેક વ્યક્તિ દેશ માટે પ્રશ્ન છે, સમસ્યા છે. તેમના ભાષણ મને ખૂબ પસંદ છે. તો હું આટલું તો કરી શકું છું કે હું દેશની સામે સમસ્યા ન બનું. નિતિન ગડકરીનું આ નિવેદન ૨૪ ડિસેમ્બરનું છે. નિતિન ગડકરીના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના પ્રતિભાવો આવી રહ્યા છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ પાછલા આશરે ત્રણ-ચાર દિવસમાં નિતિન ગડકરીની ઘણી વાતો ચર્ચાનો વિષય બની ચૂકી છે. જેના કારણે તેમને સફાઈ પણ આપવી પડી હતી. સોમવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે જો હું પાર્ટીના અધ્યક્ષ હોવ અને મારા સાંસદ અથવા ધારાસભ્ય સારી રીતે જવાબદારી નથી નિભાવતા તો જવાબદાર કોણ હશે? નોંધનીય છે કે નિતિન ગડકરીની આ વાતને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની હાર સાથે જોડાવામાં આવી છે.

Related posts

ભાજપના ઘોષણા પત્રમાં રોજગારી અંગે વાત નથી : કોંગ્રેસ

aapnugujarat

મંગળ ગ્રહ પર મળ્યું પાણીનું સરોવર

aapnugujarat

સરકારે ‘ટિકા ઉત્સવ’ મનાવ્યો પણ રસીના પુરતા ડોઝની વ્યવસ્થા ન કરી : પ્રિયંકા ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1