Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાંચ દિવસ બેંકો બંધ રહેશે જેથી રોકડ કટોકટી સર્જાશે

પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેનાર છે. આવી સ્થિતિમાં બેંકો સાથે સંબંધિત કામગીરીને વહેલીતકે પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રોકડની કટોકટી ઉભી થઇ શકે છે. શુક્રવારથી લઇને આગામી બુધવાર સુધી (૨૪મી ડિસેમ્બર એટલે કે સોમવારને બાદ કરતા) બેંકો બંધ રહેશે જેથી લોકોને કટોકટી ઉભી થઇ શકે છે. બેંક કર્મચારીઓના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા ૨૬મી ડિસેમ્બરના દિવસે હડતાળની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હવે કેટલીક બેંક યુનિયનોએ આવતીકાલે ૨૧મી ડિસેમ્બરના દિવસે પણ કામકાજ ખોરવી નાંખવાની જાહેરાત કરી દીધી છે. બેંકિંગ કર્મચારીઓ ૧૧માં પંચને અમલી ન કરવાના વિરોધમાં હડતાળ પાડવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આવતીકાલે બેંકની હડતાળ રહેશે. ત્યારબાદ મહિનાના ચોથા શનિવાર અને ત્યારબાદ રવિવારના દિવસે રજા રહેશે. ૨૪મી ડિસેમ્બરના દિવસે એટલે કે સોમવારે બેંકો ખુલશે પરંતુ ૨૫મી ડિસેમ્બરના દિવસે ક્રિસમસના દિવસે રજા રહેશે. ૨૬મીના દિવસે બેંક યુનિયનોએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. બેંક સાથે જોડાયેલી કામગીરીને વહેલીતકે પૂર્ણ કરવા માટે અથવા તો ૨૭મી ડિસેમ્બર સુધી રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે.
ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશનના આસીસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું છે કે, અમે ૧૧માં પગાર પંચની શરતો વગર અમલી કરવાની માંગ સાથે ૨૧મી તારીખના દિવસે હડતાળ કરવાનો નિર્ણય કરી ચુક્યા છે. મે ૨૦૧૭ના ડિમાન્ડ ચાર્ટર મુજબ અમારી માંગો સ્વીકારવામાં આવે તે જરૂરી છે. હડતાળના ૩.૨ લાખ બેંક કર્મચારી ભાગ લેશે. ૨૧મી ડિસેમ્બરે એટીએમ ચાલુ રહેશે પરંતુ ૨૬મીએ હડતાળની અસર રહી શકે છે.

Related posts

મહિલા અનામત બિલને કોંગ્રેસનું સમર્થન, ઝડપથી અમલ કરો : સોનિયા

aapnugujarat

ઉત્તર પ્રદેશમાં મકોકા જેવો કાયદો લાવવાની વિચારણા

aapnugujarat

ટેરર ફંડિંગ : હિઝબુલના સઈદ સલાઉદ્દીનની સંપત્તિ કબજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1