Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલના ભાવ સ્થિર, ડીઝલના ભાવમાં ઘટાડો

તેલ કિંમતોમાં ફેરફારનો દોર આજે શુક્રવારના દિવસે પણ જારી રહ્યો હતો. આજે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે પેટ્રોલની કિંમત યથાવય રહી હતી. બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમત હવે વધીને ૬૧ ડોલર પ્રતિ બેરલ સુધી થઇ છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણ હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેની અસર પણ દેખાઇ રહી છે. આગામી દિવસોમાં તેની અસર જોવા મળી શકે છે. ફેરફારના દોર વચ્ચે કોલકત્તામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૯૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં એક રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જો કે હવે ફરી એકવાર ફેરફારનો સિલસિલો જારી થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં વધુ ઘટાડો થતા હવે રાહત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે.તેલ કિંમતોમાં ફરી એકવાર ફેરફારનો દોર જારી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો પર આધારિત રહે છે. સાથે સાથે ડોલર- રૂપિયા એક્સચેંજ રેટ પર તેની કિંમતો આધારિત રહે છે. બ્રેન્ટ ક્રુડ કિંમતોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. રૂપિયો પણ ઘટીને ૭૨ની સપાટી પર પહોંચી ગયો છે. ઉતારચઢાવની સ્થિતી વચ્ચે ફેરફારનો દોર જારી રહ્યો છે. સિલસિલો હાલ જારી રહે તેવી શક્યતા છે.

Related posts

Chhattisgarh ex-CM Raman Singh’s son Abhishek Singh against 5 cases registered

aapnugujarat

पूरी दुनिया सिंगल यूज प्लास्टिक को गुड बाय करे : प्रधानमंत्री

aapnugujarat

દિલ્હીમાં ભીષણ આગ, ૨૫૦ દુકાનો બળીને ખાખ

editor

Leave a Comment

UA-96247877-1