Aapnu Gujarat
મનોરંજન

વર્ષની ટોપ ટેન ફિલ્મમાં ‘રાજી’નો સમાવેશ

દુનિયાની પ્રતિષ્ઠિત ફિલ્મ વેબસાઇટ્‌સ આઇએમડીબી દ્વારા હવે વર્ષ ૨૦૧૮ની ટોપ ૧૦ ફિલ્મની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં બધાઇ હો અને ‘રાજી’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી વેબસાઇટ પર દર મહિને આવનાર ૨૫૦ મિનિયન વિજિટર્સ દ્વારા આપવામાં આવેલી રેટિગના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં છ બોલિવુડ ફિલ્મોનો સમાવેશ થાય છે. યાદીમાં જંગલી પિકચર્સની બે ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીની અન્ય ભાષાની ફિલ્મો પણ સામેલ છે. યાદીમાં કેટલીક ફિલ્મો તમામને ધ્યાન ખેંચે છે. બધાઇ હો ઉપરાંત ‘રાજી’ને ચાહકો ખુબ પસંદ કરી ચુક્યા છે. ભારતીય ફિલ્મો માટે તૈયાર કરવામાં આવેલી યાદીમાં બોલિવુડની ફિલ્મો સામેલ છે. જેમાં હાલમાં જ રજૂ કરવામાં આવેલી ફિલ્મ અંધાધુન ટોપ પર છે. ત્યારબાદ બધાઇ હો અને પેડમેન ફિલ્મ સામેલ છે. ફિલ્મમાં રાજી અને સંજુ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. આયાદીમાં કેટલીક ક્ષેત્રીય ભાષાની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ તમામ ક્ષેત્રીય ભાષાની ફિલ્મોને ચાહકોએ ખુબ પસંદ કરી છે. સારા રેટિંગ મળતા ફિલ્મના નિર્માતા નિર્દેશકો ભારે ખુશ છે. જંગલી પિકચર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ રાજીમાં આલિયા ભટ્ટ અને વિકીસ કૌશલે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. જ્યારે બધાઇ હો ફિલ્મમાં આયુષ્માન ખુરાના, સામ્નાય મલહોત્રા અને ગજરાજ રાવે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી ગઇ હતી. રાજી ફિલ્મ મારફતે આલિયા ભટ્ટની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઇ હતી. તે રણબીર કપુર સાથે પોતાના સંબંધના કારણે પણ હાલમાં જાણીતી છે.આલિયા ભટ્ટ ભારે આશાવાદી છે.

Related posts

ફિલ્મી પરદો બન્યો ‘નો સ્મોકિંગ ઝોન’, દારૂના દ્રશ્ય પર પણ પ્રતિબંધ

aapnugujarat

અનુષ્કા શર્માએ આપ્યા ગુડ ન્યુઝ

editor

असफलता ने मुझे संतुलन सिखाया : मंजरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1