Aapnu Gujarat
બિઝનેસ

એરટેલ લાવી રહ્યું છે સાવ સસ્તો ૪જી સ્માર્ટફોન

ભારતના ટેલીકોમ માર્કેટમાં જિઓને ટક્કર આપવા માટે એરટેલ એક નવો અને સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.
એરટેલ ૧૦૦૦ રુપિયાથી ઓછી કીંમતનો નવો ૪જી સ્માર્ટફોન લોન્ચ કરશે.આનાથી એરટેલ પોતાના એવા ગ્રાહકોને આકર્ષીત કરવાની તૈયારીમાં છે કે જેઓ અત્યાર સુધી ૨જી અથવા ૩જીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે એરટેલ આશા રાખી રહી છે કે આ સસ્તો ૪જી સ્માર્ટફોન જ્યારે લોન્ચ થશે ત્યારબાદ ૪જી ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર એરટેલ આ ફોન સાથે ઘણીબધી નવી ઓફર્સ પણ આપવાની તૈયારીમાં છે. આપને જણાવી દઈએ કે અત્યારે બજારમાં ૪જી વીઓએલટીઈ સ્માર્ટફોનની શરુઆતી કીંમત ૨,૦૦૦ રુપિયાથી ૩,૫૦૦ વચ્ચે છે ત્યારે આવા સમયે એરટેલ ૧,૦૦૦ રુપિયાથી પણ ઓછી કીંમત વાળો ૪જી સ્માર્ટફોન લોન્ચ કરીને બજારમાં ધમાલ મચાવી શકે છે.અત્યારે બજારમાં જિઓના સસ્તા ૪જી ફોનની બોલબાલા છે પરંતુ આ એક ફીચર ફોન છે. ત્યારે આવામાં આ એરટેલનો એક મોટો પ્લાન માનવામાં આવી રહ્યો છે.

Related posts

એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે સમિતિ રચાઈ

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો ઘટાડો

aapnugujarat

ટેલિકોમ નીતિમાં વેરા ઘટવાની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1