Aapnu Gujarat
મનોરંજન

મહિલા સમજીને અલી અસગરની દારૂડિયાઓ દ્વારા છેડતી

‘કોમેડી નાઇટ્‌સ વિથ કપિલ’માં દાદીની ભૂમિકામાં નજર આવનાર કોમેડિયન અને એક્ટર અલી અસગર પોતાના આગામી શો ‘કાનપુર વાલે ખુરાનાજ’ને લઇ ખુબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન અલી સાથે એક એવી અપ્રિય ઘટના ઘટી કે જેની કહાની તેમને પોતે જણાવી છે.
ખરેખર અલી અસગર હાલમાં જ દિલ્હી પહોંચ્યા જ્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યા. અલી અહિંયા પોતાના અપકમિંગ શો ‘કાનપુર વાલે ખુરાનાજ’નું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોને અલીના મહિલા હોવા પર થોડી કન્ફ્યૂઝન થઇ ગયુ અને લોકો તેની સાથે છેડતી કરવા લાગ્યા.
ખરેખર અલીને જ્યારે સ્ટેજ પર એનાઉન્સરે બોલાવ્યા તો તેમને દાદી કહીને બોલાવ્યા. આવામાં દારૂના નશામાં ધુત લોકોને લાગ્યું કે, તે મહિલા છે અને તેમની છેડતી કરવા લાગ્યા. અલી અનુસાર, લોકોએ તેમની છાતી પર હાથ મારવાનું શરૂ કરી દીધુ. અલી ફીમેલના લુકમાં એટલો સેટ થાય છે કે, ઘણીવાર લોકોને કન્ફ્યૂઝન થઇ જાય છે.
અલી જણાવે છે કે,આવા શો માટે હું જ્યાં પણ જાવ છું, હું એન્કરને મારૂ નામ એનાઉન્સ કરવા દેતો નછી. હું માત્ર દાદી તરીકે એન્ટ્રી કરૂ છું. આ ઇવેન્ટ પર જ્યારે હું પહોંચ્યો ત્યારે લોકો દારૂ ઢીંચીને ટાઇટ થઇ ગયા હતાં. મારી ટીમમાં એક છોકરી છે તેણે મને બચાવ્યો નહી તો હું નિકળી ન શક્તો.
તમને જણાવી દઇએ કે, અલી અસગર ખુબ જ જલ્દી સુનીલ ગ્રોવર સાથે ‘કાનપુર વાલે ખુરાનાજ’માં નજર આવનાર છે. આ શોમાં તે સાળીની ભૂમિકામાં છે. ‘કાનપુર વાલે ખુરાનાજ’માં સુનીલ ગ્રોવર પોતાની જૂની ટીમ સાથે પરત ફરી રહ્યો છે. સ્ટાર પ્લસના આ કોમેડી શોમાં સુનીલ ગ્રોવર સાથે અલી અસગર અને ઉપાસના સિંહ સાથે કૃણાલ ખેમૂ પણ છે.

Related posts

ઇમરાન હાશ્મીને કારણે ઐશ્વર્યા રાય સસરા સાથે બાખડી

aapnugujarat

संजय दत्त के फैंस ने अभिनेता की सेहत को लेकर चिंता जताई

editor

મલાઈકા માત્ર સોન્ગ અને કેમિયો સુધી મર્યાદિત હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1