Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરબીઆઈએ સરકારના વિઝનને સપોર્ટ કરવો જ જોઈએ : ગડકરી

કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે રિઝર્વ બેન્કનો એક ઈનસ્ટીટ્યુશન તરીકે નાશ કર્યો નથી. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્ક સરકારનો જ એક ભાગ છે. તેથી આરબીઆઈએ હાલની સરકારના ઈકોનોમિક વિઝનને સપોર્ટ કરવો જ જોઈએ. મુંબઈ ખાતે યોજાયેલા એકકાર્યક્રમમાં તેમણે આરબીઆઈની સ્વયત્તા બાબતે સવાલ ઉઠાવવા ઉપરાંત માલ્યાને ભાગેડું જાહેર કરવા પર પણ પ્રશ્નાર્થ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ એક વ્યક્તિ બોડી તરીકે જ રહેશે. ગડકરીએ આરબીઆઈની સ્વયત્તાનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે આરબીઆઈની સ્વયત્તાનો સ્વીકારવામાં આવે તો પણ સરકારના વિઝનને ટેકો કરવો તે આરબીઆઈની જવાબદારી બને છે. તેમણે આ વાત એક કાર્યક્રમમાં જણાવી હતી.સરકારના નાણાં મંત્રાલયની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જયારે નાણાં મંત્રી દેશને ઈકોનોમિક વિઝન આપે છે. ત્યારે શું તે વિઝનને સપોર્ટ કરવા આરબીઆઈ બધાયેલી નથી ? દરેક જગ્યાએ ચડતી અને પડતી આવતી હોય છે, અમે કોઈ ઈનસ્ટીટ્યુશનનો નાશ કર્યો નથી. અમે આરબીઆઈના સંચાલનમાં કોઈ પણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ કર્યો નથી. પરતુ અમે એક ટ્રાન્સપરન્ટ અને કરપ્શન ફ્રી સિસ્ટમ ડેવલોપ કરવા માંગીએ છીએ, જેથી ઝડપી નિર્ણય લઈ શકાય. અમે એક સિસ્ટમ તૈયાર કરવા માંગીએ છીએ જે મુજબ દરેક ઈનસ્ટીટ્યુશને મહત્વના સરકારી નિર્ણયોનો અમલ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે જો આરબીઆઈને સ્વાયત્તા જોઈતી હોય તો તે ઈકોનોમીમાં જે પણ ખરાબ થાય તેની જવાબદારી સ્વીકારે. અને નાણાં મંત્રાલયને આ માટે જવાબદાર ન ઠેરવે. તમે ઈકોનોમિમાં કઈ પણ ખરાબ થાય તેના માટે અમને જવાબદાર ઠેરવો છો. અને જયારે અમે નિર્ણય લઈએ છીએ ત્યારે તમે એવું કહો છો કે અમે આરબીઆઈની સ્વયત્તાને ખતરામાં મૂકીએ છીએ. જો કોઈ પણ ઈકોનોમિક સ્થિતિ માટે સરકારને જ જવાબદાર ગણવામાં આવતી હોય તો આરબીઆઈ કઈ રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે.કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિજય માલ્યાને ભાગેડું જાહેર કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કારોબારમાં જોખમ પણ હોય છે. પછી ભલે તે બેન્કિંગ હોય કે ઈન્શ્યોરન્સ. ચડતી-પડતી બધામાં આવે છે. પરંતુ ભૂલ પ્રમાણિક હોય તો તેને માફ કરીને બીજી તક આપવી જોઈએ.તેમણે કહ્યું કે ઘણાં સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે સરકારી કંપની સિકોમ દ્વારા વિજય માલ્યાને લોન આપી હતી. તેનું તેણે ૪૦ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું છે. પરતું એવિએશન બિઝનેસમાં માલ્યા સફળ ન રહ્યાં અને તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અને લોન ન ચૂકવી શક્યા. ગડકરીએ આ અંગે સવાલ કરતા કહ્યું કે જે વ્યક્તિએ ૪૦ વર્ષ સુધી લોનની ચૂકવણી કરી છે, તે થોડી મુશ્કેલીના કારણે પૈસા ન ચૂકવો તો શું તેને ભાગેડું જાહેર કરી શકાય ?

Related posts

મહામારીના કપરા કાળમાં રાજકારણ અને ગુંડાગીરી ન કરો : સાધ્વી પ્રજ્ઞાસિંહ

editor

નોટબંધી બાદ દેશનો જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકાની સૌથી ઉંચી સપાટીએ

aapnugujarat

કાશ્મીર ખીણ : પથ્થરબાજીની ઘટનામાં ૯૦ ટકા સુધી ઘટાડો : ડીજીપી વૈધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1