Aapnu Gujarat
ગુજરાત

બિજલ રેપ કેસમાં સજલ જૈનને છોડવાનો હુકમ

વર્ષ ૨૦૦૩ની નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી વેળા ૨૪ વર્ષીય બિજલ જોશી ઉપર વિવાદાસ્પદ અને ચકચારી ગેંગરેપ કેસમાં મુખ્ય અપરાધી દિલ્હી સ્થિતિ બિઝનેસમેન સજલ જૈનને છોડી મુકવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સજલ જૈનને છોડી મુકવા અમદાવાદમાં જેલ વહીવટીતંત્રને આદેશ જારી કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. અપરાધની સામે દાખલ કરવામાં આવેલી અરજીને આંશિકરીતે સ્વીકારી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જૈનની અરજીને આંશિકરીતે સ્વીકાર કરીને તેની ૧૪ વર્ષની સજા અંગે વિચારણા કરવાનો આદેશ કર્યો છે. સાથે સાથે તેને મુક્ત કરવાનો પણ આદેશ કર્યો છે. સજલ જૈને ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકાર ફેંકીને રજૂઆત કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સેશન કોર્ટે આ કેસમાં સજલ જૈનને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પ્રોસીક્યુશન કેસ મુજબ સજલ જૈનના બિજલ સાથે સંબંધ હતા. બિજલ શાહીબાગમાં અશોક પેલેસ હોટલમાં નવા વર્ષની પાર્ટીમાં જોડાઈ હતી જ્યાં સજલ અને તેના મિત્રોએ બિજલને નશો કરાવ્યો હતો અને ત્યારબાદ એક પછી એક હોટલ રુમમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર કેસમાં સજલ જૈન ઉપરાંત તેના મિત્રો ચંદન જયસ્વાલ, અશોક ઉર્ફે મદન જયસ્વાલ, સુગમ જયસ્વાલ, ધર્મેન્દ્ર ઉર્ફે કરણ જૈનનો સમાવેશ થાય છે. મોડેથી આ લોકોએ બિજલ જોશીને એક વાહનમાં અધવચ્ચે છોડી મુકી હતી. ત્યારબાદ બિજલે પોતાની બહેનને આગલા દિવસે આ અંગે વાત કરી હતી. હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, બિજલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં તેના મૃત્યુની નોંધને ધ્યાનમાં લઇ શકે છે. સુનાવણીના ગાળા દરમિયાન આમા નવો વળાંક આવ્યો હતો. કારણ કે, જંગી રકમની લેતીદેતીના આક્ષેપો પણ તે વખતે થયા હતા. બનાવ બન્યા બાદ બિજલે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો.

Related posts

ખોખરામાં લાખોની મત્તાની ચોરી થતાં સનસનાટી

aapnugujarat

सूरत में ह्यूमन ट्रैफिकिंग रैकेट का पर्दाफाश

editor

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ : ૬ કામદારોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1