Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંકી જૂથ સાથે સંલગ્ન ૧૦ સ્થાનિક આતંકીઓની ધરપકડ

જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(જેઈએમ)ના બે મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તેમજ ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ શંકાસ્પદ લોકો પાસે મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી જપ્ત કરાઈ છે. કાશ્મીર સુરક્ષાદળના એક પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે, ત્રાલમાં થયેલાં આતંકી હુમલામાં ઝડપી તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ હુમલામાં સામાન્ય લોકો અને સુરક્ષો દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રકારના હુમલાઓ કરી આતંકીઓનો વિસ્તારમાં ડર અને અસલામતીનો માહોલ પેદા કરવાનો ઈરાદો હતો.આ મામલે માહિતી આપતા સુરક્ષા દળના પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરની પોલીસે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો અને અવંતીપોરાના ત્રાલ વિસ્તાર અને પમ્પોરના ખ્ર્‌વૂ ક્ષેત્રમાંથી ૧૦ શંકાસ્પદ લોકોની ધરપકડ કરાઈ હતી. આ પૈકીના ચાર લોકોની ઓળખ થઈ છે, જે ત્રાલ ક્ષેત્રના રહેવાસી છે, જેમાં પિગ્લિંશના રહેવાસી યૂનુસ નબી નાઈક, રાશીપોરાના રહેવાસી ફયાઝ અહમદ વાની, નગીનપુરાના નિવાસી રિયાઝ અહમદ ગની અને હફૂ નગીનપુરાના નિવાસી બિલાલ અહમદ રાઠેર સામેલ છે. જ્યારે અન્ય છ શખ્સોની પણ ઓળખ થઈ છે, જે પમ્પોર અને ખ્ર્‌વૂ ક્ષેત્રના રહેવાસી છે.સુરક્ષા દળના અધિકારીએ વધુમાં કહ્યું કે,આ મામલાની તપાસમાં ત્રાલ વિસ્તારમાં થયેલા હુમલામાં આ શખ્સોની મિલીભગતનો ખુલાસો થયો છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના આ મોડ્યૂલથી જિલેટિનના છરાં, ડેટોનેટર, આઈઈડી બનાવવાની સામગ્રી અને ગ્રેનેડ સહિત મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી જપ્ત કરાઈ હતી.

Related posts

ईसरो के सैटलाइट्‌स से भारत की सेनाएं हुई और मजबूत

aapnugujarat

દાર્જીલિંગમાં સ્થિતિ વણસી : દેખાવો હજુ જારી

aapnugujarat

रेलवे ने 15 अगस्त को लेकर निर्देश जारी किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1