Aapnu Gujarat
ગુજરાત

પબ્લિક ટોયલેટમાં મહિલાને માત્ર એકમાં સેનેટરી નેપકીન

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના પબ્લિક ટોઇલેટમાં મહિલાઓને માત્ર એક રૂપિયામાં સેનેટરી નેપકીન મળે તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. ગુજરાતના અન્ય મહત્ત્વપૂર્ણ શહેરો સુરત, વડોદરા અને ભાવનગરમાં સેનટરી નેપકીનના વેન્ડિંગ મશીન પબ્લિક ટોઇલેટમાં મુકાઈ રહ્યા હોઇ હવે અમદાવાદની મહિલાઓને પણ આ સુવિધાનો લાભ મળવાનો છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૩૦૩ પબ્લિક ટોઇલેટ છે. જે પૈકી એન્ટેન્ડેન્ટની વ્યવસ્થા ધરાવતા ૪૩ પબ્લિક ટોઇલેટમાં મહિલાઓને માત્ર એક રૂપિયામાં સેનેટરી નેપકીન મળે તેવા વેન્ડિંગ મશીન મુકાવવાની તંત્ર દ્વારા કવાયત આરંભાઇ છે. વેન્ડિંગ મશીનની સાથે સેનેટરી નેપકીન તેમજ બાળકોના ડાઇપરને બાળી નાખે તેવા ઇન્સિનરેટર પણ મુકાશે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેકટર હર્ષદ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં નરોડા પાટીયા સર્કલના પબ્લિક ટોઇલેટ ખાતે સેનેટરી નેપકીન તેમજ ડાઇપરને બાળી નાખે તેવું ઇન્સિનરેટર લગાવાઇ ગયું છે. આવતા રવિવાર સુધીમાં તમામે તમામ ૪૩ પબ્લિક ટોઇલેટમાં વેન્ડિંગ મશીન તેમજ ઇન્સિનરેટર લગાવાઇ જશે. તંત્રના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન સહિત કુલ સાત ઝોનમાં ઓછામાં છ પબ્લિક ટોઇલેટમાં મહિલાઓને ફકત એક રૂપિયામાં સેનેટરી નેપકીન તેમજ ઇન્સિનેરેટર મશીનની સુવિધાનો લાભ મળશે. આ મશીનની અંદાજિત કિંમત રૂ.૧૬,૦૦૦ છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું છે. મહિલાઓના સેનેટરી નેપકીનનો નિકાલ સુચારુ ઢબથી થતો નથી. અનેકવાર ડસ્ટબિનમાં પડેલા સેનેટરી નેપકીનને કૂતરાંઓ ફેંકતા હોઇ તેને રસ્તા ફેંકી દેવાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ જ મહદંશે પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરતી હોઇ આ મહિલાઓને સાવ કિફાયતી દરે એટલે કે ફક્ત એક રૂપિયામાં સેનેટરી નેપકીન પૂરા પાડવા ઉપરાંત તેનો સ્થળ પર નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે. વેન્સીનેરેટરમાં સેનેટરી નેપકીન કે ડાઇપરને મૂક્યા બાદ ગણતરીની મિનિટમાં તેની અંદરની ભઠ્ઠીમાં તે બળી જઇને રાખમાં ફેરવાઇ જશે અને આ વેન્સીનેરેટર સાથે જોડાયેલા બોકસમાં જમા થશે. આ બોકસ ભરાયા બાદ તેને મ્યુનિસિપલ કર્મચારી ખાલી કરશે.
ઈન્સીનરેટરમાં એક પછી એક ગમે તેટલા સેનેટરી નેપકીન કે ડાઇપર મૂકી શકાશે. ઉપરાંત લેડીઝ ટોઇલેટની નજીક તેને ગોઠવાશે તેમજ તેનું સ્થાન દર્શાવતી વિગત પણ રવિવાર સુધીમાં લખાઇ જશે તેવો પણ તંત્રએ દાવો કર્યો હતો.

Related posts

માંડલ તેમજ વિરમગામ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

editor

બનાસકાંઠા માં ખેડૂતોએ કરી અખાત્રીજની ઉજવણી…

editor

ભાવનગરમાં બે ડૉક્ટર પોઝિટિવ હોવા છતાં દર્દીઓને કરે છે સેવા

editor

Leave a Comment

UA-96247877-1