Aapnu Gujarat
Uncategorized

જસદણ ટિકિટને લઇ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ

એક તરફ જસદણ વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસનો આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ફરી એકવાર કોંગ્રેસના આંતરિક વિખવાદના કમઠાણમાં જસદણ બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનો મામલો ટલ્લે ચઢયો છે. હવે કોળી સમાજને ટિકિટ આપવી કે પાટીદાર સમાજને ટિકિટ આપવી તે મુદ્દે મડાગાંઠ સર્જાઇ છે, ખુદ કોંગેસ મોવડીમંડળ પણ આ મામલે મૂંઝવણમાં મૂકાયું છે, જેને લઇ જસદણ બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારનું નામ જાહેર થવામાં હજુ એક-બે દિવસ લાગી શકે છે. બીજીબાજુ, ગઈકાલે પાટીદારોએ અન્યાય મામલે સામુહિક રાજીનામાની ચીમકી આપ્યા બાદ આજે એક ઈ-મેઇલ બૉમ્બ સામે આવ્યો છે. આ ઈ-મેઇલમાં કોંગ્રેસના નારાજ જૂથ દ્વારા જસદણની ચૂંટણીમાં ભોળાભાઈ ગોહિલને ટિકિટ ન આપવા માટે રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે. જેને લઇ હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ માલધારી અગ્રણી રણજીતભાઈ મૂંધવાએ કોંગ્રેસ અધ્યક્ષરાહુલ ગાંધીને એક ઈ-મેઇલ કર્યો છે. જેમાં ભોળાભાઈ ગોહિલને ટિકિટ ન આપવા રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે રાજ્યસભામાં અહેમદ પટેલને હરાવવા ભોળાભાઈ ગોહિલે પાર્ટી વિરુદ્ધ મત આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે અને કુંવરજીભાઈ-ભોળાભાઈ ગુરૂચેલા હોવાથી તેમને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થવાની તેમજ બાવળીયા બહુ આસાનીથી જીતી જશે તેવી દહેશત વ્યકત કરી કોંગ્રેસ હાઇકમાન્ડને ચેતવવાનો પ્રયાસ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, જસદણ પેટા ચૂંટણીને લઇ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ બેઠક પરના પોતાના ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલી આપી છે. જેને પગલે હવે હાઇકમાન્ડની લીલીઝંડી મળ્યા બાદ ટૂંક સમયમાં જ જસદણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાની શકયતા છે. પેનલમાં અવસર નાકીયા, મનસુખ ઝાપડિયા, વિનુ ધડક અને ગજેન્દ્ર રામાણીના નામોનો સમાવેશ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, અંતિમ નિર્ણય હાઇકમાન્ડ જ લેશે તેવું કોંગ્રેસના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું. બીજીબાજુ, જસદણ બેઠકની ટિકિટ મેળવવામાં ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જસદણ બેઠકના મતદારોમાં કોળી સમાજનું પ્રભુત્વ છે અને બીજા નંબરે પાટીદારોના મતોનું મહત્વ છે ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં એ મંડાગાંઠ સર્જાઇ છે કે, કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવી કે, પાટીદાર સમાજના ઉમેદવારને. કારણ કે, એકબાજુ પાટીદાર સમાજ નારાજ ચાલી રહ્યો છે અને બીજીબાજુ, કોળી સમાજની અવગણના કરવાનું પક્ષને ભારે પડી શકે એમ છે અને બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ છે, તેથી કોંગ્રેસ મોવડીમંડળ પણ હાલ ભારે દ્વિધાભરી સ્થિતિમાં છે.

Related posts

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી

editor

પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવા કર્યો નિર્ણય

editor

भवनाथ में साधु का शव मिला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1