Aapnu Gujarat
ગુજરાત

લલિત વસોયાએ મગફળી મુદ્દે અધિકારીને અપશબ્દો ભાંડયા

ધોરાજી-ઉપલેટા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વયોસા અવારનવાર વિવાદમાં રહેતા હોય છે. ત્યારે હાલ તેઓ વધુ એક વિવાદમાં સપડાયા છે. વસોયાની સરકારી અધિકારી સાથેની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે વસોયા એક વાઢેરભાઈ નામના અધિકારીને બિભત્સ ગાળો ભાંડી રહ્યા છે. જો કે આ ઓડીયો ક્લિપમાં ખરેખર કેટલી સચ્ચાઈ છે તે તપાસનો વિષય છે. પરંતુ કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વસોયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઓડીયો ક્લિપમાં વસોયા વાઢેરભાઈને કહે છે કે, તમે કહ્યું એટલે બીજી માંડવી લઇ આવ્યા. બે વકલ એકસાથે નથી જોખવી. ખેડૂતને આપણે જેટલી મગફળી લઇ આવવાની છે એટલી મગફળી તમારે લેવાની છે, તેમાં જીટુ, જી૫, જી૩૫ હોય એ તમારે ક્યાં જોવાનું છે. અધિકારી સામે જવાબ આપે છે કે, આમાં જે રિપોર્ટ છે ને સાહેબ તેમાં ઝીણી કે જાડી એક જ વકલ ચાલે છે. વસોયા કહે છે કે જાડી આપી અને જીણી આપી તો તેમાં શું વાંધો છે? જવાબમાં અધિકારી કહે છે કે, બેય નથી ચાલતી તો તો લઇ ન લઇએ. વસોયા કહે છે કે, કેટલી જાડી અને કેટલી જીણી ચાલે છે તે મને લખીને આપો. મારી સાથે ખોટી પીંજણ કરતા નહીં. અધિકારી કહે છે કે ડીજી સાહેબે સૂચના આપી છે. ત્યારે વસોયા ઉશ્કેરાઈને ડીજી સાહેબને ગાળ આપે છે એટલે અધિકારી બીજાને ફોન આપી દે છે. પરંતુ ગુસ્સે ભરાયેલા વસોયા અધિકારીને પણ બિભત્સ ગાળો આપે છે અને કોઈ ભીખાભાઇ નામના ખેડૂતને ત્યાં જ રહેવાનું કહે છે. જો કે, વસોયાની આ ઓડિયોકલીપને લઇ રાજકીય પક્ષોમાં ભારે ચકચાર મચી ગઇ છે, ખાસ કરીને ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન તાકવાની તક જતી કરી ન હતી.

Related posts

કોંગ્રેસે રાષ્ટ્રવાદ ભાજપની પાસે શીખવાની જરૂર નથી : એહમદ પટેલ

aapnugujarat

જન અધિકાર મંચના પ્રવીણ રામે આમઆદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

editor

હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે રવિવારે પણ કચેરી ખુલ્લી રખાવી ઉત્તમ કામગીરી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1