કોંગ્રેસે આજે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર હંમેશા ખેડૂત વિરોધી રહી છે અને દેશના ખેડૂતોથી પૂરતાં પ્રમાણમાં એમના ઉત્પાદનોને ખરીદીને એમને મદદ પહોંચાડવાની જગ્યાએ એ વિદેશથી અનાજની આયાતને મહત્વ આપી રહી છે.
કોંગ્રેસે કહ્યું કે મોદી સરકાર ખેડૂત વિરોધી છે એટલા માટે એમને ખેડૂતો પાસેથી પાક ખરીદવાનું પ્રમાણ ઘટાડ્યું છે અને વિદેશથી અનાજ મંગાવ્યું છે. એનાથી સાબિત થાય છે કે સરકારની નીતિ ખેડૂતો વિરુદ્ધ છે અને એ હેરાન પરેશાન ખેડૂતોને મદદ કરવા ઇચ્છતી નથી.
પાર્ટીએ ટિ્વટ કર્યું, મોદી સરકાર હંમેશાથી ખેડૂતો વિરોધી રહી છે. દેશના ખેડૂતના અનાજની જગ્યાએ વિદેશી અનાજની આયાત કરીને આ સરકારે ખેડૂત વિરોધી હોવાનું સાબિત કરી રહી છે. પાર્ટીના પેજ પર એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સ્વદેશીની જગ્યાએ વિદેશીને વધારે મહત્વ આપી રહી છે. વર્ષ ૨૦૧૬ ૨૦૧૭માં એમને દેશી ખેડૂતો પાસેથી પાક ખરીદવાનું પ્રમાણ ઘટાડીને ૬૦ લાખ ટન કર્યું છે જ્યારે વિદેશથી ૪૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચ પર ૩૦.૨૮ લાખ ટન ઘઉંની આયાત કરી છે.
આગળની પોસ્ટ