Aapnu Gujarat
મનોરંજન

૦૦૭ સર રોજર મૂર કેન્સર સામેનો જંગ હાર્યા

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં એજન્ટ ૦૦૭ના રોલમાં ચમકેલા ડેશિંગ હોલીવૂડ હીરો સર રોજર મૂરનું સ્વિત્ઝરલેન્ડ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ મૂર કેન્સર સામેના ટૂંકા જંગમાં ખૂબજ બહાદૂરીપૂર્વક લડ્યા પરંતુ તેમનું અંતે નિધન થયું હતું.સર રોજર મૂરના પરિવારમાં તેમના બાળકો ડેબોરાહ, જ્યોફ્રી અને ક્રિશ્ચિયનનો સમાવેશ થાય છે. તેમની ફ્યુનરલ મોનાકો ખાતે યોજાશે જ્યાં તેઓ ચોથી પત્ની ક્રિસ્ટિના થોલ્સ્ટ્રપ સાથે રહેતા હતા.પિતાની ઈચ્છા મુજબ મોનાકોમાં ખાનગી રીતે અંતિમવિધી હાથધરાશે તેમ મૂરના પુત્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું.સર રોજર મૂરનું શો બિઝનેસમાં ૬૦ વર્ષનું યોગદાન રહ્યું છે, પરંતુ તેમને સૌથી લાંબા સમય સુધી બોન્ડ ફિલ્મોમાં ૦૦૭ એજન્ટ તરીકેના રોલ બદલ યાદ રખાશે. ટીવી ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કરનાર મૂરે ૧૨ વર્ષમાં ૭ ફિલ્મોમાં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું હતું. સૌપ્રથમ વખત તેઓ ૧૯૭૩માં લીવ એન્ડ લેટ ડાયમાં એજન્ટ ૦૦૭ તરીકે ચમક્યા હતા. ત્યારબાદ તેમણે ધ મેન વીથ ગોલ્ડન ગન (૧૯૭૪), ધ સ્પાય હુ લવ્ડ મી (૧૯૭૭), મૂનરેકર (૧૯૭૯), ફોર યોર આય્ઝ ઓન્લી (૧૯૮૧), ઓક્ટોપસી (૧૯૮૩) અને અ વ્યૂ ટુ અ કિલ (૧૯૮૫)માં બોન્ડનો રોલ બખુબી નિભાવ્યો હતો.તેમની છઠ્ઠી જેમ્સ બોન્ડ ફિલ્મનું શૂટિંગ ભારતમાં ચાલતું હતું જ્યારે મૂ દેશની ગરીબી જોઈને અચંબિત થઈ ગયા હતા. ત્યારબાદ એક મિત્રની મદદથી તેઓ ૧૯૯૧માં યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પણ બન્યા હતા અને તેમણે માનવસેવાના કાર્યોમાં પણ યોગદાન આપ્યું હતું.

Related posts

ગુજરાતમાં વિવાદિત પદ્માવત રિલીઝ નહીં થાય : રૂપાણી

aapnugujarat

મને પોલિટિકલ ફિલ્મો કરવી ગમે છે : જ્હૉન અબ્રાહમ

aapnugujarat

ફિલ્મોની સંખ્યા વધારવામાં પડતી નથી : સોનાક્ષી સિંહા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1