Aapnu Gujarat
ગુજરાત

ભીમ રથયાત્રા સમિતિ દ્વારા ‘આપણો દીપ, બાબાને સમર્પિત’ સ્મરણાંજલિ કાર્યક્રમ

આગામી ૬ ડિસેમ્બરે ડો. બાબાસાહેબ આંબેડકરનો ૬૨મો મહાપરિનિર્વાણ દિન હોવાથી તેઓનાં વિચારોને આગળ વધારવાનાં હેતુથી ભીમ રથયાત્રા સમિતિ દ્વારા ‘આપણો દીપ, બાબાને સમર્પિત’સામુહિક સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં શહેરની ૧૦ સમિતિનાં સભ્યો દ્વારા ૨૧૦૦૦ દીવા ઉઘરાવવામાં આવશે. દીવા ઉઘરાવવાનો મુખ્ય હેતુ ‘સ્મરણાંજલિ’ કાર્યક્રમ સાથે દિલથી જોડાવવાનો છે. દીવા ઉઘરાવવાનાં કામમાં લગભગ ૨૦૦ યુવાનો જોડાશે.


સ્મરણાંજલિ આમ તો મૃત્યુ બાદ લોકો શ્રદ્ધાંજલિ આપતાં હોય છે, પરંતુ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી અમર વ્યક્તિત્વ છે, તથા તેઓ દ્વારા બનાવેલ બંધારણ હાલ પણ ભારત વર્ષને અખંડ અને ધબકતું રાખવાનું કાર્ય કરેલ છે, એટલે આ શ્રદ્ધાંજલિનો નહીં પણ સ્મરણાંજલિનો કાર્યક્રમ નક્કી કરેલ છે.
રેલીની શરૂઆત ડૉ. આંબેડકર હોલ દાણીલીમડાથી થઈ દૂધવાળી બાબાસાહેબની પ્રતિમા થઈ પરિક્ષીતલાલ નગર – ભીલવાસ પહોંચશે અને ત્યારબાદ મજૂરગામ ગીતામંદિર થઈ એસ.ટી.બસ સ્ટેન્ડ, રાયપુર થઈ સારંગપુર બાબાસાહેબની પ્રતિમા પાસે રેલી સંપન્ન થશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ ભીમરથ યાત્રા સમિતિનાં સંયોજક મૌલિક દિક્ષિત તથા 200 થી વધુ ભીમ સૈનિકો દ્વારા કરવામાં આવેલ છે.
સમય : 6 ડિસેમ્બર 2018,સાંજે 7 વાગ્યા થી
સ્થળ : બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા , સારંગપુર, અમદાવાદ.

Related posts

બેડદા પાસેથી બે શખ્સ દારૂ સાથે પકડાયા

aapnugujarat

નડિયાદમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાંધેજા ગામના ચગોળા તળાવ ઉંડુ કરવાની કામગીરીની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1