Aapnu Gujarat
ગુજરાત

વીએસમાં ન્યુ બોર્ન હિયરિંગ સ્ક્રીનિંગ સેન્ટર ખુલ્લું મુકાયું

શહેરની વી.એસ.હોસ્પિટલમાં નવજાત શિશુઓના કાનનું ખાસ કરીને બહેરાશનું નિદાન અને સારવાર શકય બનાવતાં સૌપ્રથમ ન્યુ બોર્ન હીયરીંગ સ્ક્રીનીંગ સેન્ટરનું આજે મેયર શ્રીમતી બીજલબહેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બહેરાશમુકત ગુજરાતના અભિયાને ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ તારા ફાઉન્ડેશન દ્વારા વી.એસ.હોસ્પિટલ અને શેઠ ચિનોય પ્રસૂતિગૃહના સહયોગમાં શરૂ કરાયેલા આ ન્યુ બોર્ન હીયરીંગ સ્ક્રીનીંગ સેન્ટરમાં નવજાત શિશુના કાનનું ખાસ કરીને બહેરાશનું નિદાન અને સારવાર બિલકુલ મફતમાં શકય બનશે. આ પ્રસંગે મેયર શ્રીમતી બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, તારા ફાઉન્ડેશનનું આ ન્યુ બોર્ન હીયરીંગ સ્ક્રીનીંગ સેન્ટરમાં માત્ર વીએસ હોસ્પિટલમાં જન્મેલા નવજાત બાળકો નહી પરંતુ જો ખાનગી હોસ્પિટલમાં જન્મેલાન્ નવજાત બાળકની પણ વી.એસ.હોસ્પિટલની ચોપડી કઢાવી કેસ નીકાળવામાં આવશે તો, આવા તમામ બાળકોના કાનનું ખાસ કરીને બહેરાશનું નિદાન અને સારવાર બિલકુલ મફતમાં કરી અપાશે. તારા ફાઉન્ડેશનનું આ સેન્ટર સાચા અર્થમાં લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ પ્રસંગે તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સન્ની જૈને જણાવ્યું હતું કે, તારા ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ એનજીઓ છે જે ડીફનેસ ફ્રી સોસાયટીના ઉમદા આશય અને અભિયાન પર કામ કરે છે. જેનો હેતુ સમાજમાંથી શ્રવણશકિતના અભાવને દૂર કરવાનો છે. વાસ્તવમાં શ્રવણશક્તિની ખામી એ ભારતમાં બીજી સૌથી સામાન્ય વિકલાંગતા છે અને સંભવિતપણે ભારતમાં દર વર્ષે બેથી ત્રણ હજારનો ઉમેરો થાય છે. જેથી તારા ફાઉન્ડેશને વી.એસ હોસ્પિટલમાં પ્રથમ ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ સેન્ટરની સ્થાપના કરી છે કે જેથી નવજાત શિશુઓને જન્મના ૨૪ કલાકમાં જ સેન્ટરમાં વિનામૂલ્ે બાળક સાંભળી શકે છે કે નહી તેનું નિદાન કરી જો, નહી સાંભળતું એટલે કે, બહેરાશયુકત જન્મ્યુય હોય તો તેને વિવિધ થેરાપી સહિતની સારવાર મારફતે સાંભળી શકે તેવી સારવાર કરવામાં આવશે. ગરીબ અને જરૂરિયાતમંદ માતા-પિતા માટે આ સેન્ટર સાચા અર્થમાં આશીર્વાદ સમાન બની રહેશે. તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સન્ની જૈને વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં દર હજારે ત્રણથી ચાર બાળકોમાં જન્મ બાદ બહેરાશપણાંની તકલીફ જોવા મળે છે પરંતુ ઘણીવાર તેમના માતા-પિતાને જ મોડેથી ખબર પડે છે કે, તેમનું બાળક સાંભળી શકતું નથી. મા-બાપને મોડી જાણ થાય તેવા કિસ્સામાં બાળક ભાષા શીખવાથી માંડી, બોલવામાં અને શિક્ષણમાં પણ પાછળ પડી જાય છે, તેથી જન્મ બાદ તરત જ વેળાસર નિદાન કરાવી ખરાઇ કરી લેવી હિતાવહ છે. તારા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી બહેરાપણાંથી પીડાતા બાળકો માટે અસરકારક કામગીરી કરી રહી છે. આજના લોકાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી, એલિસબ્રીજના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ, મુખ્ય મહેમાન તરીકે વી પોપ્યુલર હાઉસના ડિરેક્ટર સિલ્વા પટેલ, હાઉસ ઓફ મેરિગોલ્ડના શિલ્પા ચોક્સી અને કોલ્ડવેલ બેન્કરના વાઇસ પ્રેસિડેન્ટ આશા દેસાઇ રત્નમણી ગ્રુપના ચેરમેન અને એમડી પ્રકાશ સંઘવી, કોચલર ઇમ્પ્લાન્ટ સર્જન, ઇએનટી યુનિટ ગાંધીનગર સિવિલના એસોસિએટ પ્રોફેસર અને હેડ ડા. નિરજ સુરી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. બીજીબાજુ, ન્યુ બોર્ન હીયરીંગ સેન્ટરમાં વિનામૂલ્યે બહેરાપણાંના નિદાન અને સારવારની નવી સુવિધાને લઇ વીએસ હોસ્પિટલના કર્મચારીઓ અને પ્રસૂતિગૃહમાં દાખલ બહેનો અને તેમના પરિવારજનોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ હતી.

Related posts

અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે : અમિત ચાવડા

editor

નિબંધની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ મુસ્લિમ કન્યાએ કાઠુ કાઢયું

aapnugujarat

WhatsApp पर ही दे दिया तीन तलाक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1