Aapnu Gujarat
ગુજરાત

નિબંધની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ મુસ્લિમ કન્યાએ કાઠુ કાઢયું

જન્મથી આંખે અંધ હોવાછતાં સમાજમાં પ્રજ્ઞાચક્ષુ તરીકેની અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ સહન કરવા છતાં મક્કમ મનોબળના સહારે શહેરની ગરીબ પરિવારની એક મુસ્લિમ છાત્રાએ તાજેતરમાં જ મુંબઇ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્રષ્ટિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની યોજાયેલી નેશનલ હિન્દી બ્રેઇલ એસે કોમ્પીટીશન-૨૦૧૬માં પ્રથમ નંબર મેળવી અમદાવાદ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. નોંધનીય વાત તો એ છે કે, સાલેહાબાનુ મહંમદફારૂક મન્સુરી નામની આ છાત્રાએ જયારે કોમ્પીટીશનમાં નિબંધ લખીને પોસ્ટ કર્યો ત્યારે તે હોસ્પિટલના બિછાને તેની સાઇકિયાટ્રીક સારવાર લઇ રહી હતી, તેમછતાં તેણે આ સિધ્ધિ હાંસલ કરી. આ કોમ્પીટીશનમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ છવાયા હતા. સાહેલાબાનુનો કિસ્સો તેના જેવા અન્ય વિદ્યાર્થીઓ અને લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. શહેરના કાલુપુર ટાવર પાસે રહેતી સાલેહાબાનુ ગરીબ પરિવારમાં જન્મી હતી અને કુદરતની કારમી થપાટને લઇ આંખોથી જોઇ શકતી ન હતી પરંતુ તેમછતાં તેનો અભ્યાસ અને અન્ય ઇત્તર પ્રવૃત્તિઓમાં શોખ અને રસ કેળવાયેલો રહ્યો હતો. આંખોના અંધારા વચ્ચે ઝઝુુમી રહેલી સાલેહાબાનુ અન્ય એક સાઇકિયાટ્રીક પ્રોબ્લેમ સામે પણ લડતી આવી છે..જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ઘણીવાર ફરજ પડે છે. એવામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો માટે જારી કરાતું દ્રષ્ટિ મેગેઝીન તેના વાંચવામાં આવ્યું, જે બ્રેઇન લિપિમાં હોય છે. તેમાં તેણીને આ નેશનલ હિન્દી બ્રેઇલ એસે કોમ્પીટીશન-૨૦૧૬ વિશે વાંચવામાં આવ્યું હતું. જેથી તેનો ઉત્સાહ વધી ગયો. તેણે નક્કી કરી નાંખ્યું કે, તે કોમ્પીટીશનમાં ભાગ લેશે અને ઉત્કૃષ્ટ નિબંધ લખશે. વિષય હતો કે, જો બ્રેઇન લિપિ ન હોત તો. બસ આ વિષય પર નિબંધ લખવાની તૈયારીમાં સાલેહાબાનુ પડી હતી ત્યાં તે ફરી એકવાર સાઇકિયાટ્રીક પ્રોબ્લેમનો શિકાર બની અને હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહી હતી પરંતુ તેમછતાં હોસ્પિટલના બિછાને બેઠા બેઠા તેણીએ પોતાના મકક્મ મનોબળના સહારે ઉપરોકત વિષય પર દસ પાનાનો નિબંધ લખીને પોસ્ટ કર્યો. દેશભરમાંથી નોર્મલ અને ડિસએબલ્ડ વ્યકિતઓએ આ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ધોરણ -૫થી ૧૦ની એક કેટેગરી હતી અને ધોરણ-૧૧,૧૨ અને તેથી વધુ અભ્યાસની બીજી કેટેગરી હતી. જેમાં સૌકોઇના આશ્ચર્ય વચ્ચે સાલેહાબાનુએ આ કોમ્પીટીશન જીતી લઇ બ્રેઇનલિપિમાં સર્ટિફિકેટ અને સીલ્વર પ્લેટ ઉપરાંત બ્રેઇનલિપિની ઘડિયાળનો એવોર્ડ મેળવ્યો હતો. માણસ એક વખત મનમાં નક્કી કરે તો શું ના કરી શકે તે સાલેહાબાનુના કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે.

Related posts

બુલેટ ટ્રેન પરિયોજના સમય પર પુર્ણ નહીં થઇ શકે : જાપાન

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ ગુરુજીનાં આશીર્વાદ મેળવ્યાં

aapnugujarat

વિશ્વ યોગ દિનની ઉજવણીમાં દિવ્યાંગો યોગા કરીને છવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1