Aapnu Gujarat
ગુજરાત

વજિરિયા જંગલના કાકડિયા ગામે ટાઇગર સફારી બનશે

નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ પછી સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ બનાવ્યા બાદ હવે પ્રવાસનને વધુ વેગ આપવા માટે રાજય સરકાર દ્વારા ટાઇગર સફારી પાર્ક બનાવવાની કવાયત આરંભાઇ છે, ત્યારે કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી જતાં રાજયના આ નવા ટાઇગર સફારી પાર્ક પ્રોજેકટની કામગીરી ખૂબ ઝડપથી હાથ ધરાશે. રાજ્યનાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ તિલકવાડાના વજિરિયાના જંગલોમાં આવેલ કાકડિયા ગામે ૮૫ હેક્ટર જમીનમાં આ ટાઇગર સફારી પાર્ક બનાવવામાં આવશે એ મતલબની સત્તાવાર જાહેરાત કરી હતી. જેને પગલે વન્ય પ્રાણી પ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. વનમંત્રી વસાવાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી જતાં હવે ખૂબ ઝડપથી ટાઇગર સફારી પાર્કની કામગીરી હાથ ધરાશે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ ટાઇગર સફારી પાર્કનો પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા છે. નર્મદા જિલ્લાનાં સુલપાણેશ્વર અભયારણ્યમાં ટાઇગર સફારી બનાવવાના પ્રોજેક્ટ પર લાગેલી બ્રેક હવે હટી ગઈ છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા મંજૂરી આપી દીધી છે. જેથી રાજ્ય સરકારે પણ આ પ્રોજેક્ટને હાથ પર લઇ કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અને પ્રવાસીઓમાં આકર્ષણ જમાવવા માટે વધુ એક પ્રોજેક્ટ રજુ કર્યો છે. જેમાં તિલકવાડાના વજિરિયાના જંગલમાં આવેલ કાકડિયા ગામે ૮૫ હેક્ટર જમીનમાં આ ટાઇગર સફારી બનાવવાની તૈયારીઓ હવે યુધ્ધના ધોરણે હાથ ધરાશે. તાજેતરમાં જ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પણ થઇ ગયું છે. લાખો પ્રવાસીઓ તો મુલાકાત લઇ ચુક્યા છે. ત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપે અને રાજયના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા રાજય સરકાર હવે ટાઇગર સફારી પાર્કના પ્રોજેકટને અમલી બનાવશે. હવે આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવાની રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની સૂચના મળતા કામગીરી યુદ્ધના ધોરણે ચાલશે. વજિરિયાના આ જંગલમાં અન્ય દીપડા, રીછ, જરખ, નીલ ગાય, હરણ જેવા પ્રાણીઓ છે અને અને ટાઇગર માટે સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને જેથી આ પ્રોજેક્ટને મંજુર કરાયો છે. વન મંત્રીથી લઇ ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ તેની સીમાઓ પણ નક્કી કરી કામગીરી આરંભી હતી ટ્રેક પણ નક્કી કરાયા હતા. એટલું જ નહી, મધ્ય પ્રદેશથી ૮ વાઘોનું એક કુટુંબ જેમાં બે નર, માદા અને બીજા બચ્ચા લાવવાનું પણ નક્કી છે. હવે ટાઇગર સફારી પાર્કની તડામાર તૈયારીઓ આરંભાશે ત્યારે રાજયના વન્ય પ્રાણી પ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.

Related posts

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા

aapnugujarat

વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત દ્વારા મામલતદારને આવેદન પત્ર સોંપાયુ

editor

વડિલોની સેવા કરવી તે દરેકની અગ્રીમ ફરજ છે- સરકાર પણ શ્રવણ બનવા સદાય તૈયાર છે : મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1