Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા

       અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જીઆઇડીસીમાં કામ કરતા મજુરો, કર્મચારીઓની પણ ખાસ ચિંતા કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ચાંગોદર જીઆઇડીસીમાં કામકરતા લેબર કોન્ટ્રાક્ટર,મજુરો, કર્મચારીઓને મેલેરીયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગથી બચવા માટે અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મેલેરીયા ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો અને મેલેરીયા ડેન્ગ્યુ થાય તો શુ સારસંભાળ રાખવી જોઇએ તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિને ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ તેવી સલાહ આપવામાં આવી હતી.
     અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, મેલેરીયા ડેન્ગ્યુ કેસનું નોટીફીકેશન બહાર પડી ગયુ છે ત્યારે નોટીફીકેશનની ગંભીરતા પણ સમજાવવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર્સને રોગ અટકાયત કામગીરી કેવી રીતે કરવી તે વીશે સમજ આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ચાંગોદર જીઆઇડીસીમાં કામકરતા લેબર કોન્ટ્રાક્ટર,મજુરો, કર્મચારીઓને મેલેરીયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગથી બચવા માટે અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સમજ આપવામાં આવી હતી કે, ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ ૩ ડિગ્રી સુધી વધવાનાં સંકેત

aapnugujarat

મહુવામાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો

aapnugujarat

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनि. के दो इंजीनियरों के खिलाफ विजिलन्स जांच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1