Aapnu Gujarat
ગુજરાત

મહુવામાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો

મહુવા તાલુકાના હળદવા ગામે વિધવા પ્રેમિકાનો અન્ય સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી પરણિત પ્રેમીએ કોદાળીથી ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહુવા પોલીસ દ્વારા આરોપી પ્રેમીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહુવા તાલુકાના હળદવા ગામમાં નાયકી ફળિયા ખાતે રહેતી વિધવા દેવિકાબેન કિરીટભાઈ પટેલ(ઉં-37) પર તેના પ્રેમી જીતેશ ઉર્ફે જીતુ શંકરભાઇ પટેલએ (રહે.ખૂંટી ફળિયા, વહેવલ) ધામખડીના પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી બુધવારે સવારથી જ ઝઘડો કરતો હતો.બંને પ્રેમી વચ્ચે આ બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. જેથી પ્રેમી જીતુ ઉશ્કેરાઈ જઈ તેની પ્રેમિકા પર કોદાળી થી હુમલો કર્યો હતો. અને માથાના ભાગે તેમજ શરીરના ભાગે કોદાળી મારતા વિધવા મહિલાને ગંભીર ઇજાઓ થતા તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મહુવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો બીજા દિવસે ડીવાયએસપી તેમજ મહુવા પીએસઆઇ બી.બી.પરધાને સહિતના અધિકારીઓ હળદવા ખાતે આવી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.વિધવા પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર વહેવલના જીતુ શંકર પટેલની મહુવા પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની વધુ પૂછપરછ હાથ ધરી છે ત્યારે મહુવામાં વધુ એક હત્યાનો બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

ગુજરાત હાઈકોર્ટના ૬ કર્મચારી, અમદાવાદના કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં

editor

વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા વેપારીઓ- જાગૃત નાગરિકોની પ્રબળ માંગ , રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

aapnugujarat

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1